આતંકવાદના મુદ્દે વૈશ્વિક મંંચ પર બદનામ થયેલું પાકિસ્તાન હવે પોતાના સમર્થન માટે દુનિયાના દેશો પાસે ભીખારીની જેમ મદદ માંગી રહ્યું છે. ઈસ્લામાબાદમાં અમેરિકી દૂતવાસમાં આયોજીત એક સમારોહમાં શાહબાઝ શરીફ પહોંચ્યા હતા અને દિલ ખોલીને ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કર્યા. તેમણે એક તરફ ભારત-પાકિસ્તાન તણાવ ઓછો કરવા માટે ટ્રમ્પના યોગદાનને ફરી દોહરાવ્યુ અને ભારત સાથે ફરી સબંધો સુધારવા માટે વોંશિગ્ટન પાસે મદદ માંગી
ટ્રમ્પના વખાણ કરીને ભારત સાથે વાતચીત કરવા માટે કરી અપીલ













