- પાકિસ્તાનને રશિયાની તરફથી એલપીજીનું પહેલું કન્સાઈનમેન્ટ મળ્યું
- પાકિસ્તાનને 100,000 મેટ્રિક ટન એલપીજી મળ્યું
- બંને દેશ વચ્ચે જાન્યુઆરી 2023માં ફાઈનલ થઈ હતી
આર્થિક સંકટ અને મોંઘવારીના માર સામે લડી રહેલા પાકિસ્તાન માટે મંગળવારે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈસ્લામાબાદમાં મોસ્કોના દૂતાવાસે મંગળવારે કહ્યું કે પાકિસ્તાનને રશિયાની તરફથી એલપીજીનું પહેલું કન્સાઈનમેન્ટ મળી છે. જે ઈસ્લામાબાદના રશિયાથી મોટી ઉર્જા ખરીદી છે. આ શિપમેન્ટને લઈને કહેવાયું છે કે તેને ઈરાની મદદથી આપવામાં આવ્યું છે. આ વર્ષની શરૂઆતમાં બંને દેશની વચ્ચે થયેલા કરારના આધારે પાકિસ્તાનને રશિયા તરફથી કાચા તેલની પહેલી ડિલિવરી મળ્યા બાદ એલપીજીની કન્સાઈનમેન્ટ મળી રહી છે. રિપોર્ટના આધારે ફંડના કારણે પાકિસ્તાન તેનાથી અલગ રહેવાની કોશિશમાં છે.
રશિયન દૂતાવાસે આપી જાણકારી
રશિયન દૂતાવાસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું કે રશિયાએ ઈરાનના સરખ્સ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનની મદદથી પાકિસ્તાનને 100,000 મેટ્રિક ટન એલપીજી મળી રહ્યો છે. બીજા કન્સાઈનમેન્ટને લઈને પણ વાતચીત ચાલુ છે. જો કે ઈરાનમાં ભાગીદારી કેટલી હતી તેની પર કોઈ જાણકારી આપવામાં આવી નથી. સાથે તે સ્પષ્ટ નથી થયું કે એલપીજીની કિંમત કેટલી છે અને તેની પર કોઈ છૂટ અપાઈ છે કે નહીં.
પાકિસ્તાન માટે આ છે સમસ્યા
આ કન્સાઈનમેન્ટ મળ્યા બાદ પાકિસ્તાને કહ્યું છે કે તેણે ચીનની કરન્સીમાં રશિયન ક્રૂડ ઓઈલ માટે ચૂકવણી કરી હતી પરંતુ સોદાની કિંમત ક્યારેય જાહેર કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે રશિયા તરફથી રાહતદરે આયાતથી ઘણી રાહત મળે છે કારણ કે ઈસ્લામાબાદ આર્થિક સંકટની સાથે પેમેન્ટ બેલેન્સની સમસ્યાનો સામનો કરી રહ્યું છે, જેના કારણે તેના બાહ્ય દેવા પર ડિફોલ્ટ થવાનું જોખમ છે. આવી સ્થિતિમાં તે બીજા કન્સાઈનમેન્ટ અને પ્રથમ કન્સાઈનમેન્ટની બાકી રકમ ચૂકવી શકશે નહીં.
આ ડીલ આ વર્ષે જાન્યુઆરીમાં થઈ હતી
રશિયા અને પાકિસ્તાન વચ્ચે ઉર્જા ડીલ આ વર્ષે જાન્યુઆરી 2023માં ફાઈનલ થઈ હતી. આ ડીલ માટે રશિયાના એક પ્રતિનિધિમંડળે ઈસ્લામાબાદની મુલાકાત લીધી હતી. ત્રણ દિવસ સુધી ચાલેલી બેઠક દરમિયાન બંને દેશો એ નિર્ણય પર પહોંચ્યા હતા કે આ વર્ષના માર્ચના અંત સુધીમાં ડીલ ફાઈનલ થઈ જશે. પરંતુ ડીલ પહેલા ઈન્સ્યોરન્સ, ટ્રાન્સપોર્ટેશન અને પેમેન્ટ સહિતની તમામ ટેકનિકલ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે.