- છેલ્લા એક વર્ષથી પાકિસ્તાનના અદિયાલા જેલમાં સબડતા ઈમરાન ખાનની શાન હજી ઠેકાણે નથી આવી
- ઈમરાન ખાને સરકાર સાથે વાત કરવું નક્કામું ગણાવ્યું
- પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને નવ મેના રમખાણની માફી માગવાથી ઈનકાર
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ગત વર્ષના નવમી મેએ ફાટી નીકળેલા રમખાણ માટે માફી માગવાથી ઈનકાર કરી દીધો છે. આ ઉપરાંત તેઓએ એવો દાવો કર્યો છે કે, તેઓએ નહિ પરંતુ સેનાએ માફી માગવી જોઈએ. કારણ કે, જે દિવસે હિંસા ફાટી નીકળી હતી ત્યારે અર્ધસૈનિક રેન્જર્સે તેઓને ગેરકાયદે રીતે ધરપકડ કરી હતી.
71 વર્ષના ઈમરાન હાલ છેલ્લા એક વર્ષથી રાવલપિંડીની અદિયાદા જેલમાં હવા ખાઈ રહ્યા છે. શનિવારે મીડિયા સાથે ઈમરાન ખાનની વાતચીથ થઈ હતી. આ દરમ્યાન ઈમરાન ખાનને સવાલો પૂછવામાં આવ્યા હતા. જેમાં એક સવાલ એવો હતો કે તેઓ ગત વર્ષની નવમી મેની હિંસા માટે માફી માગશે. તો આ સવાલ પર તેઓએ જણાવ્યું કે, તેઓની પાસે માફી માગવાનું કોઈ કારણ નથી.
ઈમરાન ખાને માફી માગવાની ના પાડી
ઈમરાન ખાને આગળ જણાવ્યું કે, નવમી મે-2023ના ભ્રષ્ટાચારના એક કેસમાં કોર્ટમાં રજૂ થવા જઈ રહ્યા હતા, તે દરમિયાન ઈસ્માલાબાદ હાઈકોર્ટના સંકુલમાં મેજર જનરલની આગેવાનીમાં રેન્જર્સે તેઓની ધરપકડ કરી લીધી હતી. ઈમરાન ખાનની ધરપકડની ખબર સાંભળતા તેઓની પાર્ટી પાકિસ્તાન-તહેરિક-એ-ઈન્સાફના ટેકેદારોએ સમગ્ર પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન અને રમખાણ ભડકાવવા શરૂ કર્યા હતા. જેના લીધે પાકિસ્તાનમાં નાગરિકો અને સૈન્ય સ્થળોને ખૂબ નુકસાન થયું હતું. પૂર્વ પીએમે ગત કેટલાક અઠવાડિયામાં સરકારથી નહિ પરંતુ ઘણીવાર સૈન્ય સાથે વાત કરવાની ઈચ્છા દર્શાવી છે.
સેના સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી
સૈન્ય સાથે વાત કરવાની તેમની ઈચ્છા અંગે તેમણે કહ્યું કે તેઓ વાસ્તવિક સત્તાવાળાઓ સાથે વાત કરવા માંગે છે કારણ કે સરકાર સાથે વાત કરવી એ નિરર્થક કવાયત છે, એવો આક્ષેપ કર્યો હતો કે સરકાર સાથે વાતચીત કરવાથી કોઈ પરિણામ આવશે નહીં કારણ કે અઘોષિત માર્શલ લૉ અમલમાં છે વિસ્તાર. સેનાના પ્રવક્તા મેજર જનરલ અહેમદ શરીફે આ વર્ષે 7 મેના રોજ કહ્યું હતું કે જો પાર્ટી તેની "અરાજકતાની રાજનીતિ" માટે માફી માંગે તો પીટીઆઈ સાથે કોઈપણ વાતચીત થઈ શકે છે. શરીફના નિવેદન બાદ એવી માંગ ઉઠી હતી કે ઈમરાન ખાને 9-મે સુધી માફી માંગવી જોઈએ.