• બલૂચિસ્તાનની રાજધાની ક્વેટામાં દુકાન પર આતંકીઓએ ગ્રેનેડ વરસાવ્યા
  • પાકિસ્તાનની ભાગલાવીદી જૂથ બલૂચ લિબ્રેશન આર્મીએ જવાબદારી સ્વીકારી
  • પ્રચંડ વિસ્ફોટમાં ત્રણ લોકોનાં મોત, છ ઈજાગ્રસ્ત


પાડોશી દેશ મોંઘવારી, વીજકાપ સિવાય જો બીજી કોઈ સમસ્યાથી ઝઝૂમતું હોય તો તે આતંકવાદી હુમલાનું છે. પાકિસ્તાનના 77મા સ્વાતંત્ર્ય દિવસ પહેલા આતંકવાદીઓએ બલૂચિસ્તાન પ્રાંતમાં રાષ્ટ્રીય ધ્વજ વેચતી દુકાન અને એક ઘર પરગ્રેનેડ ઝીંકી હુમલો કરાયો હતો. આ આતંકવાદી હુમલામાં ત્રણ લોકોનાં મોત થયા હતા, જ્યારે છ અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. હિંસા પ્રભાવિત બલૂચિસ્તાનની રાજધાની ક્વેટામાં આ હુમલાની જવાબદારી ભાગલાવાદી જૂથ બલૂચ લિબ્રેશન આર્મીએ સ્વીકારી છે.


તાજેતરમાં આ જૂથે દુકાનના માલિકને ધ્વજ વેચવાની ના પાડી હતી તેમજ 14 ઓગસ્ટે રજાની ઉજવણી ન કરવાની ચેતવણી આપી હતી. મહત્ત્વનું છે, પાકિસ્તાનને 14 ઓગસ્ટ 1947ના દિવસે બ્રિટિશન શાસનમાંથી આઝાદી મળી હતી


પાકિસ્તાને અફઘાનિસ્તાન પાસે મદદ માગી

પાકિસ્તાનના સૈન્ય પ્રમુખ જનરલ અસીમ મુનીરે પાકિસ્તાન તાલિબાનના હુમલા રોકવા માટે પાડોશી દેશ અફઘાનિસ્તાન પાસે મદદ માગી હતી. પાકિસ્તાન સૈન્યના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, આતંકવાદીઓના એક જૂથે ઉત્તર-પશ્ચિમી ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના દક્ષિણ વજીરિસ્તાન જિલ્લામાં ચાર સુરક્ષાકર્મીઓની હત્યા કરી દેવામાં આવી છે. સૈન્યની વળતી કાર્યવાહીમાં છ આતંકવાદીઓ ઠાર મરાયા હતા. છ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ

સરકારી હોસ્પિટલના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે એક દુકાન અને તેની પાસે આવેલા ઘર પર થયેલા આતંકી હુમલામાં ત્રણ લોકોનાં મોત થયા હતા. જ્યારે છ લોકો ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પાકિસ્તાની સૈન્ય પ્રમુખ જનરલ અસીમ મુનિરે આઝાદી દિવસની પૂર્વ સંધ્યાએ દેશના જુદાજુદા ભાવમાં આયોજિત કાર્યક્રમમાં આતંકવાદને હરાવવાની વાત કરીને કટિબદ્ધતા દર્શાવી હતી.

અગાઉ પણ હુમલા થયા છે

છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સ્વતંત્રતા દિવસ પર હુમલાની ઘટનાઓ વધી છે. આ પહેલા પણ ઝંડાની દુકાનોને નિશાન બનાવવામાં આવી છે. વર્ષ 2022 અને 2023માં પણ પાકિસ્તાની ઝંડા વેચતા લોકો પર હુમલા થયા હતા.

આ પણ જાણી લો

બલૂચિસ્તાનમાં ઘણા લોકો માને છે કે ભારત અને પાકિસ્તાનના ભાગલા પછી તેઓ એક સ્વતંત્ર દેશ તરીકે જીવવા માંગતા હતા. પરંતુ, તેમની સંમતિ વિના તેમને પાકિસ્તાનમાં સામેલ કરવામાં આવ્યા હતા. આવું ન થયું, તેથી બલૂચિસ્તાનમાં સેના અને લોકો વચ્ચે સંઘર્ષ આજે પણ ચાલુ છે. બલૂચિસ્તાનમાં આઝાદીની માંગણી કરનારા ઘણા સંગઠનો છે, પરંતુ બલૂચિસ્તાન લિબરેશન આર્મી સૌથી શક્તિશાળી જૂથ છે.

  • Follow us on: