પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ મોટું પગલું ભર્યું છે. આમાં 1960ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય પણ શામેલ છે. આ પછી પાકિસ્તાન ગભરાટમાં છે. એક તરફ, પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે ગુરુવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી છે.તેવી જ રીતે, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે અમને આશા છે કે ભારત સર્જિકલ સ્ટ્રાઈક જેવું કોઈ બેજવાબદાર પગલું નહીં ભરે.
ખ્વાજા આસિફે પાકિસ્તાની ચેનલ હમ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે જો ભારત તરફથી કોઈ દબાણ કે હુમલો થાય છે, તો હું તેને યોગ્ય ગણીશ નહીં. પણ અમે જવાબ આપશું, એમાં ોકઈ શંકા અને સ્થાન નથી. ખ્વાજા આસિફે કહ્યું કે તમને યાદ હશે કે જ્યારે છેલ્લી વખત આપણા હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન થયું હતું, ત્યારે અમે તેનો જવાબ આપ્યો હતો, આજે પણ બધા તેને યાદ કરે છે. હું હમણાં કોઈ પણ બાબતમાં અનુમાન લગાવવા માંગતો નથી. પરંતુ અમને આશા છે કે ભારત સર્જિકલ સ્ટ્રાઈક જેવું કોઈ બેજવાબદાર પગલું નહીં ભરે.













