- ભારતીયોની ફાંસીની સજા પર પાકિસ્તાનનું કનેક્શન
- પાકિસ્તાન અને કતારના સૈન્ય અધિકારીઓની બેઠક
- કતાર અને પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓ બેઠક કરી
હવે કતારમાં 8 ભારતીયોને આપવામાં આવેલી ફાંસીની સજા સાથે પાકિસ્તાનનું કનેક્શન સામે આવ્યું છે. એક ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, સામે આવેલી 3 તસવીરો પરથી આ ખુલાસો થયો છે. જાણવા મળ્યું છે કે, ભારતીયોને સજા સંભળાવ્યા બાદ પાકિસ્તાન અને કતારના સૈન્ય અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી. ઉલ્લેખનીય છે કે કતાર સરકારે ભારતીયો પર લાગેલા આરોપોને હજુ સુધી સાર્વજનિક કર્યા નથી. સમગ્ર મામલે શંકા એટલા માટે પણ વધી રહી છે કારણ કે કતારે અલ દેહરા કંપનીના માલિક ઓમાની નાગરિકને મુક્ત કરી દીધો છે જ્યારે 8 ભારતીયોને મોતની સજા ફટકારવામાં આવી છે. ઘણી હદ સુધી આ ત્રણ તસવીરો આ કેસમાં પાકિસ્તાન કનેક્શનના અસ્તિત્વની સાક્ષી પૂરે છે.

ભારતીયો વિરુદ્ધ ષડયંત્રની સ્ક્રિપ્ટ
પહેલી તસવીરમાં પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર અને કતારના આર્મી ચીફ 12 ઓક્ટોબરે રાવલપિંડીમાં મળ્યા હતા. અહેવાલ અનુસાર, આ મીટિંગમાં કતારમાં હાજર ભારતીયો વિરુદ્ધ ષડયંત્રની સ્ક્રિપ્ટ લખવામાં આવી હતી.

પાકિસ્તાન અને કતારના સૈન્ય અધિકારીઓની બેઠક
બીજા તસવીર તસવીર જૂન 2022ની છે. તેમાં કતાર એરફોર્સના કમાન્ડર મેજર જનરલ જસીમ મોહમ્મદ અને પાકિસ્તાનના નૌકાદળના તાત્કાલિક વડા એડમિરલ મોહમ્મદ અમજદ નિયાઝીનો સમાવેશ થાય છે. 7 જૂન 2022ના રોજ બંને પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં નેવલ હેડક્વાર્ટરમાં મળ્યા હતા. બે મહિના બાદ 30 ઓગસ્ટે કતારમાં ભારતીય ખલાસીઓની ધરપકડ કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાન અને આઈએસઆઈના ઈશારે જ ભારતીય મરીન પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા.

કતાર કેસમાં ISI ષડયંત્રનો પુરાવો
ત્રીજી તસવીરમાં કતાર અને પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓ બેઠક કરી રહ્યા છે. તેઓ આ વર્ષે માર્ચ મહિનામાં મળ્યા હતા. આ તસવીરોમાં કતારના રક્ષા મંત્રી અલ-અતિયાહ પણ જોવા મળે છે. આ બેઠક બાદ જ કતાર ભારતીય મરીન પર કોર્ટમાં સુનાવણી શરૂ કરી અને 7 બંધ બારણે સુનાવણીમાં મૃત્યુદંડની સજાની જાહેરાત કરી હતી. એટલે કે ભારતીય નૌકાદળના જવાનોના મામલામાં કતરે જે પણ પગલા લીધા તેના થોડા દિવસ પહેલા પાકિસ્તાની આર્મી અને આઈએસઆઈ સાથે જોડાયેલા લોકોએ કતારના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારે અનેક સાવલો છે કે, શું આ ષડયંત્રમાં પાકિસ્તાનનું કાવતરૂ છે?