વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના અમેરિકી પ્રવાસમાં સર્વાઈકલ કૅન્સરથી લડનાર દેશો માટે 7.5 મિલિયન ડોલરનું સમર્થન કરવાની જાહેરાત કરી છે, જેમાં સેમ્પલિંગ કીટ, ડિટેકશન કીટ અને રસી પણ સામેલ છે. ડેલાવેયમાં કૅ્ન્સર મૂનશોટ કાર્યક્રમમાં વૈશ્વિક આરોગ્ય દેખરેખ પ્રતિ ભારતની કટિબદ્ધતા અને સર્વાઈકલ કૅન્સર વિરુદ્ધ તેની પહેલો પર ભાર મૂક્યો છે.


કૅન્સરના ભારને ઓછો કરવા માટે અટકાવવાસ સ્ક્રિનિંગ, નિદાન અને સારવારને એક સંકલિત અભિગમ જરૂરી છે. ભારતમાં ખૂબ ખર્ચ-અસરકારક સર્વાઈકલ કૅન્સર સ્ક્રિનિંગ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ એવું પણ જણાવ્યું કે, ભારતે સર્વાઈકલ કૅન્સર માટે રસીને ડેવલપ કરી છે અને એઆઈની મદદથી નવી સારવાર પ્રોટોકોલ લાગુ કરી રહ્યા છે.

તેઓએ જણાવ્યું કે, પરવડે તેવી આરોગ્ય સેવા આપવા ભારતના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો, જેમાં વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના અને સસ્તી દવાઓ માટે વિશેષ કેન્દ્ર પણ સામેલ છે. પીએમ મોદીએ જાહેરાત કરી કે ભારત કવાડ અને ગવી પહેલ હેઠળ ઈન્ડો-પેસિફિક માટે 40 મિલિયન રસીના ડોઝનું યોગદાન કરશે.

તેઓએ જણાવ્યું કે, હું રાષ્ટ્રપતિ બાઈડેનનો આભાર કરવા માગીશ કે તેઓએ આ કાર્યક્રમનું આયોજન કર્યું. આ અમારો સંયુક્ત સંકલ્પને દર્શાવે છે. અમે સસ્તી, સુલભ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય દેખરેખ આપીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ય દેશોની સાથે પોતાના અનુભવ અને વિશેષતા જાહેર કકવાની ભારતની તત્પરતાનો પણ ઉલ્લેખ કર્યો અને રેડિયોથેરાપી સારવાર અને ક્ષમતા નિર્માણમાં સહયોગનું આશ્વાસન આપ્યું. કૅન્સર મૂનશોટ પહેલ જેને વ્હાઈટ હાઉસ દ્વારા સંચાલિત કરમાં આવે છે. કૅન્સર સારવારમાં પ્રગતિને પ્રોત્સાહન આપવા જુદાજુદા ક્ષેત્રોની વચ્ચે સહયોગનું લક્ષ્ય રાખે છે. અત્યાર સુધી આને 95થી વધુ નવા કાર્યક્રમ, નીતિઓ અને સંશાધન રજૂ કર્યું છે,. જેમા 170 ખાનગી કંપનીઓ, એનજીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને રોગી જૂથોના યોગદાન સામેલ છે. ઓગસ્ટમાં નવી દિલ્હીમાં પ્રથમ યુએસ-ઈન્ડિયા કૅન્સર મૂનશોટ ડાયલોગ થયો જેમાં કૅન્સર સંશોધન સહયોગ અને વૈશ્વિક આરોગ્ય સમાધન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 

  • Follow us on: