- નેપાળમાં શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપમાં 132 લોકોના મોત થયા
- ચેતવણી અનુસાર, લોકોએ સાવચેત અને તૈયાર રહેવાની જરૂર
- વૈજ્ઞાનિકોએ આગાહી કરી છે કે હિમાલયના ક્ષેત્રમાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે
નેપાળમાં શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપમાં 132 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ભૂકંપની અસર દિલ્હી-એનસીઆર તેમજ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર સહિત અન્ય પડોશી રાજ્યોમાં જોવા મળી હતી. આ પહેલા 3 ઓક્ટોબર અને 15 ઓક્ટોબરે દિલ્હી અને NCRમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તમને જણાવી દઈએ કે નેપાળમાં એક મહિનામાં આ ત્રીજો ભૂકંપ છે.
આ દરમિયાન એક સિસ્મોલોજિસ્ટે ચેતવણી આપી છે કે લોકોએ સાવચેત અને તૈયાર રહેવાની જરૂર છે. ટૂંક સમયમાં ફરી ભૂકંપ આવી શકે છે. વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજીના ભૂતપૂર્વ સિસ્મોલોજિસ્ટ અજય પોલના જણાવ્યા અનુસાર, શુક્રવારના ભૂકંપનું કેન્દ્ર નેપાળના ડોટી જિલ્લામાં હતું આ વિસ્તાર પણ નેપાળમાં 3 ઓક્ટોબરે આવેલા ભૂકંપથી પ્રભાવિત થયો હતો. તેમણે દાવો કર્યો હતો કે નેપાળમાં સેન્ટ્રલ બેલ્ટની ઓળખ સક્રિય ઉર્જા પ્રકાશનના ક્ષેત્ર તરીકે કરવામાં આવી છે.













