- અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયામાં જાણકારી આપી
- બીએપીએસ સંસ્થાનું ભવ્ય મંદિર બનીને તૈયાર
- આવતા મહિને પીએમ મોદી ઉદઘાટન કરવા અબુ ધાબી જશે
સંયુક્ત અરબ અમીરાતે ભારતીય રાજદૂત સંજય સુધીરને અબુ ધાબીમાં બની રહેલા બીએપીએસ સંસ્થાના હિંદુ મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રાજદૂતે મંદિર નિર્માણ કાર્યની પ્રગતિ જોઈ. વર્ષ-2015માં વડાપ્રધાન મોદીએ આ મંદિરના નિર્માણની જાહેરાત કરી હતી. હવે આનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાને આરે છે. ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકીને આ અંગેની જાણકારી આપી હતી. તેઓએ લખ્યું કે એક મહિના કરતાં ઓછો સમય છે. અબુ ધાબીમાં બની રહેલા હિંદુ મંદિરનું નિર્માણ કાર્ય હવે પૂર્ણ થવાનું છે. જેની જાહેરાત પીએમ મોદીએ વર્ષ-2015માં કરી હતી.
અયોધ્યા બાદ આ મંદિરનું પીએમ મોદી કરશે ઉદઘાટન













