• રશિયાની રાજધાની મૉસ્કોના એક હૉલમાં 22 માર્ચે આતંકી હુમલો થયો હતો
  • આ જઘન્ય આતંકી હુમલાની ISIS-Kએ આ જવાબદારી સ્વીકારી હતી
  • આતંકવાદીઓને યુક્રેનમાંથી રોકડ અને ક્રિપ્ટોકરન્સી મળી હોવાની તપાસમાં ખુલાસો


રશિયાની રાજધાની મૉસ્કોમાં ગત 22 માર્ચની રાત્રે એક જાણીતા કોન્સર્ટ હૉલમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર રશિયાને ચોંકાવી દીધું હતું. ચાર આતંકવાદીઓ કોન્સર્ટ હૉલમાં ઘૂસી ગયા અને લોકો પર આડેધડ ગોળીબાર કર્યો હતો. જે નજરે પડે તેના પર ગોળીબાર કર્યો. આતંકીઓએ ઈમારતમાં વિસ્ફોટ પણ કર્યા જેના કારણે ઈમારતનો એક ભાગ પડી ગયો અને આગ પણ લાગી ગઈ હતી. છેલ્લા ઘણા વર્ષોમાં રશિયા પર આ સૌથી મોટો હુમલો હતો. ISIS-Kએ આ હુમલાની જવાબદારી લીધી હતી. જો કે, રશિયાની ગુપ્તચર સંસ્થા ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB)એ આ આતંકવાદી હુમલા માટે અમેરિકા, યુકે અને યુક્રેનને જવાબદાર ઠેરવ્યા છે. ત્રણેય દેશો પહેલાથી જ આ વાતને નકારી ચૂક્યા છે. હવે તાજેતરમાં રશિયા દ્વારા વધુ એક મોટો દાવો કરવામાં આવ્યો છે.

આતંકવાદીઓને યુક્રેનમાંથી રોકડ અને ક્રિપ્ટોકરન્સી મળી હતીરશિયાએ દાવો કર્યો છે કે ક્રોકસ સિટી કોન્સર્ટ હોલમાં હુમલો કરનારા ચાર આતંકવાદીઓએ યુક્રેનમાંથી રોકડ અને ક્રિપ્ટોકરન્સી લીધી હતી. રશિયાના જણાવ્યા અનુસાર ચારેય આતંકીઓએ યુક્રેનમાંથી સારી એવી રકમ લીધી હતી. જો કે રશિયાના આ દાવાની પુષ્ટિ થઈ નથી, પરંતુ રશિયા હજુ પણ માને છે કે આ આતંકવાદી હુમલા સાથે યુક્રેનનું કનેક્શન હતું.

 

આતંકી હુમલામાં મૃત્યુઆંક 144 પર પહોંચ્યો છે

મૉસ્કોના ક્રોકસ સિટી કોન્સર્ટ હોલમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુઆંક 144 પર પહોંચી ગયો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

 મૉસ્કો આતંકી હુમલામાં લગભગ 200 લોકો ઘાયલ થયા હતા

ક્રોકસ સિટી કોન્સર્ટ હોલમાં થયેલા આતંકી હુમલાને કારણે લગભગ 200 લોકો હજુ પણ ઘાયલ છે. આમાંના ઘણા ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

આગ પર કાબૂ મેળવવામાં 10 કલાકનો સમય લાગ્યો હતોક્રોકસ સિટી કોન્સર્ટ હોલમાં આતંકવાદી હુમલાને કારણે લાગેલી આગને ઓલવવામાં ઘણી મહેનત કરવી પડી હતી. આ માટે હેલિકોપ્ટર દ્વારા આગ પર પાણી રેડવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં આગ પર કાબૂ મેળવવામાં 10 કલાક જેટલો સમય લાગ્યો હતો. ક્રોકસ સિટી કોન્સર્ટ હોલ હાલ પૂરતો બંધ છે.

આતંકવાદી હુમલાના આરોપીની ધરપકડ

આ આતંકી હુમલાને અંજામ આપનારા ચાર આતંકવાદીઓ અને અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તમામ આતંકવાદીઓએ પૈસા માટે આ હુમલો કર્યો હતો. તેઓ એ પણ જાણતા ન હતા કે આ હુમલાનું આયોજન કોણે કર્યું હતું. આ આતંકવાદીઓ પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે અને પૂછપરછ દ્વારા વધુ વસ્તુઓ બહાર કાઢવામાં આવી રહી છે. આ આતંકવાદીઓ અને અન્ય આરોપીઓને કડક સજા થઈ શકે છે.

પુતિને આતંકવાદી હુમલાનો બદલો લેવાનું નક્કી કર્યું

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ હુમલાને એક મોટો આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. તેમણે આશ્વાસન પણ આપ્યું કે જેણે પણ આ હુમલાનું કાવતરું ઘડ્યું છે તેનો બદલો લેવામાં આવશે. આ કારણે આતંકીઓને ટોર્ચર કરવાની સાથે તેમની કડક પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. અમેરિકાએ પહેલા જ ચેતવણી આપી દીધી હતી આ આતંકવાદી હુમલાના થોડા દિવસ પહેલા જ અમેરિકાએ મોસ્કોમાં આતંકી હુમલાની શક્યતા અંગે ચેતવણી જારી કરી હતી. પરંતુ પુટિન અને ક્રેમલિન દ્વારા તેને નકારી કાઢવામાં આવ્યો હતો. જો પુતિને આ ચેતવણીને ગંભીરતાથી લીધી હોત તો કદાચ ક્રોકસ સિટી કોન્સર્ટ હોલમાં આતંકવાદી હુમલો ટાળી શકાયો હોત.

  • Follow us on: