- જ્હોનિસબર્ગમાં નિર્માણાધીન ઈમારત ધરાશાયી થતા 81 લોકો કાટમાળમાં દટાયા હતા
- બચાવ અભિયાન ટુકડીએ કાટમાળમાંથી એક યુવકને જીવતો બહાર કાઢયો
- યુવકને 116 કલાક બાદ બહાર કાઢી લેતા હાજર સૌ લોકોએ તાળી પાડી ખુશી વ્યક્ત કરી હતી
સાઉથ આફ્રિકાના જહોનિસબર્ગમાં એક બહુમાળી ઈમારત ધરાશાયી થયાને 116 કલાક બાદ બચાવકર્મચારીઓએ એક યુવકને સુરક્ષિત રીતે કાટમાળમાંથી બહાર કાઢ્યો હતો. બચાવકર્મચારીઓની ટીમે આ યુવકને ઈમારતના કાટમાળમાંથી બહાર કાઢયો એ સમયે હાજર સૌ લોકોએ તાળીઓ વગાડીને ખુશી વ્યક્ત કરી હતી. બચાવ અભિયાનના વડાએ આ ઘટનાની જાણકારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આપી હતી અને લખ્યું કે યુવકને કાટમાળમાંથી કાઢયાની ઘટના ચમત્કારથી ઓછી નહોતી.













