- મદદની આડમાં ચીને શ્રીલંકાને દેવાદારની જાળમાં ફસાવ્યું
- IMF તરફથી બેલઆઉટ પેકેજને લઇ ચીને મુશ્કેલીઓ વધારી
- ચીને બેલઆઉટ પેકેજની પ્રથમ સમીક્ષામાં શ્રીલંકાને નકાર્યું
વિશ્વ જાણે છે કે ચીનની અવળચંડાઇ માટે કોઇ પણ હદ વટાવી શકે છે. મદદની આડમાં ચીને શ્રીલંકાને દેવાદારની જાળમાં ફસાવ્યું છે. ચીન હવે શ્રીલંકા માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) તરફથી બેલઆઉટ પેકેજને લઇ મુશ્કેલીઓ વધારી છે.
મદદની આડમાં ચીને શ્રીલંકાને દેવાદારની જાળમાં ફસાવ્યું
ચીન હમેશા પોતાનો વિસ્તાર વધારવા માટે નાના દેશોને ટાર્ગેટ કર છે. ચીનની કૂટનીતિમાં શ્રીલંકાને ફસાવ્યું છે. મળતી માહિતી મુજબ IMFના અધિકારીઓએ ગયા મહિને શ્રીલંકાની મુલાકાત લીધી હતી, ત્યારબાદ એવી આશા હતી કે શ્રીલંકાને ટૂંક સમયમાં બેલઆઉટ પેકેજ મળશે, પરંતુ ચીનના અવળચંડાઇના કારણે આખી રમત બદલાઇ ગઇ હતી. ચીનની આ કપટથી શ્રીલંકાને મોટું નુકસાન થવાની શક્યાતા લાગી રહી છે. IMFએ શ્રીલંકાને લોન આપવા માટે ચીનની નાણાકીય ગેરંટી માંગી હતી, પરંતુ ચીને બેલઆઉટ પેકેજની પ્રથમ સમીક્ષામાં શ્રીલંકાને અયોગ્ય જાહેર કરી દીધું હતું, ત્યારબાદ IMF તરફથી લોન આપવા માટે અટકળો વધારી દીધી હતી.
IMF તરફથી બેલઆઉટ પેકેજને લઇ ચીને મુશ્કેલીઓ વધારી
જ્યાં સુધી શ્રીલંકાને બેલઆઉટ પેકેજને ચીન તરફથી ગ્રીન સિગ્નલ નહીં મળે ત્યાં સુધી IMF પાસેથી લોન મેળવવી મુશ્કેલ બની જશે. આથી શ્રીલંકા વહેલી તકે ચીનની મદદ ઈચ્છે છે. એવું માનવામાં આવે છે કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવની 10મી વર્ષગાંઠ શિખર સંમેલનમાં હાજરી આપતી વખતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે આ મુદ્દા પર ચર્ચા કરશે. સમગ્ર મુદ્દાઓ ચીનની મદદ મળે તેવી શક્યતાઓ લાગી રહી છે. પરંતુ ચીન હમેશા પોતાની નવી રણનીતિ સાથે પોતાનો ફાયદો જોયા બાદ જ શ્રીલંકાની મદદ કરશે. હવે જોવાનું એ છે કે ચીનને વિશ્વ આખું જાણે છે છતા શ્રીલંકાએ ચીન પાસે મદદ માંગી કેમ એ એક મોટો પ્રશ્ન છે. હાલ ચીન-શ્રીલંકા વચ્ચે અનેક વ્યાપારી સંગઠનો અને પ્રોજેક્ટો પર કામ પર મંત્રણા કરી રહ્યા છે.