શ્રીલંકામાં અનુરા કુમારા દિસાનાયકે રાષ્ટ્રપતિ બન્યા બાદ હવે મંગળવારે હરિની અમરસૂર્યાએ શ્રીલંકાના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. 2000માં સિરીમાવો ભંડારનાયકે બાદ વડાપ્રધાન પદ સંભાળનાર તે પ્રથમ મહિલા નેતા છે.


અમરાસૂર્યાએ વડાપ્રધાન દિનેશ ગુણવર્દનેનું સ્થાન લીધું

NPPના નેતા અમરસૂર્યાને નવા ચૂંટાયેલા પ્રમુખ અનુરા કુમારે PM તરીકે શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રપતિએ તેમને ન્યાય, શિક્ષણ, શ્રમ, ઉદ્યોગ, વિજ્ઞાન અને ટેકનોલોજી, આરોગ્ય અને રોકાણ જેવા મુખ્ય મંત્રાલયોની જવાબદારી સોંપી છે. રાષ્ટ્રપતિએ પોતાના સહિત ચાર સભ્યોની કેબિનેટની નિમણૂક કરી છે. અમરાસૂર્યાએ વડાપ્રધાન દિનેશ ગુણવર્દનેનું સ્થાન લીધું છે, જેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

અમરસૂર્યા દેશના ત્રીજા મહિલા પીએમ બન્યા

એક રાઈટ એક્ટિવિસ્ટ અને યુનિવર્સિટીના લેક્ચરર અમરસૂર્યા 1994માં દિવંગત સિરીમાવો ભંડારનાઈકેનો પદ સંભાળ્યા બાદ શ્રીલંકાની પ્રથમ મહિલા વડાપ્રધાન અને દેશના ઈતિહાસમાં ત્રીજી મહિલા પીએમ બની છે.

વિજિથા હેરાથ અને લક્ષ્મણ નિપુણારાચીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

આ દરમિયાન NPPના સાંસદ વિજિથા હેરાથ અને લક્ષ્મણ નિપુણારાચીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. સસદ ભંગ થયા બાદ તેઓ કાર્યકારી કેબિનેટ મંત્રી તરીકે કામ કરશે. અધિકારીઓએ જણાવ્યું કે, નવેમ્બરના અંતમાં સંસદીય ચૂંટણી યોજાઈ શકે છે.

અનુરા કુમારા દિસાનાયકે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા

રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા પછી 56 વર્ષીય દિસાનાયકેએ શ્રીલંકાના નવમાં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ સચિવાલય ખાતે દેશના મુખ્ય ન્યાયાધીશ જયંત જયસૂર્યાએ તેમને શપથ લેવડાવ્યા હતા. તેમના ભાષણમાં તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેનો શાંતિપૂર્ણ રીતે સત્તાના હસ્તાંતરણ માટે આભાર માન્યો હતો.

આ સમગ્ર જવાબદારીમાં મારું યોગદાન આપવા માંગુ છુંઃ અનુરા દિસાનાયકે

રાષ્ટ્રપતિ  અનુરા કુમારા દિસાનાયકેએ કહ્યું, "હું ખાતરી આપું છું કે હું લોકશાહીની રક્ષા કરીશ અને રાજનેતાઓની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા માટે કામ કરીશ. કારણ કે લોકોને તેમના વર્તન પર શંકા છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, શ્રીલંકાને આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂર છે અને તે જાદુગર નથી પરંતુ એક સામાન્ય નાગરિક છે. "મારું પ્રથમ કાર્ય લોકોની પ્રતિભા અને જ્ઞાનનો ઉપયોગ કરીને વધુ સારા નિર્ણયો લેવાનું રહેશે. હું આ સમગ્ર જવાબદારીમાં મારું યોગદાન આપવા માંગુ છું."


  • Follow us on: