- તે હમાસ-ઈઝરાયેલ યુદ્ધને વધુ વધારવા માંગતું નથી:ઈરાન
- ઈરાન નથી ઈચ્છતું કે આ સંઘર્ષ પ્રાદેશિક યુદ્ધમાં ફેરવાય
- જો ઈઝરાયેલ ગાઝા પર હુમલો કરવાનું ચાલુ રાખશે તો ઈરાન જવાબ આપશે
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન ઈરાને ઈઝરાયલને એક સંદેશ મોકલ્યો છે જેમાં તેણે કહ્યું છે કે તે હમાસ-ઈઝરાયેલ યુદ્ધને વધુ વધારવા માંગતું નથી. ઈરાને ધમકી આપી હતી અને કહ્યું હતું કે, જો ગાઝામાં ઈઝરાયેલનું ઓપરેશન ચાલુ રહેશે તો તેણે હસ્તક્ષેપ કરવો પડશે. જો ઈરાન આ યુદ્ધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામેલ થશે તો યુદ્ધ વધુ વધી શકે છે. ઈરાને આ સંદેશ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઈઝરાયેલને મોકલ્યો છે.
ઈરાન તરફથી આ ધમકી ત્યારે આવી છે જ્યારે બાઈડેન વહીવટીતંત્ર ઈરાન અને લેબનોન સમર્થિત હિઝબુલ્લાહને યુદ્ધમાં જોડાતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ અઠવાડિયે અમેરિકાએ એરક્રાફ્ટ કેરિયર અને ફાઈટર જેટ મોકલ્યા છે. પરંતુ સ્થિતિ બગડતી જોઈને હવે અમેરિકાએ બીજું યુદ્ધ જહાજ મોકલ્યું છે. યુએસએસ આઈઝનહોવર એરક્રાફ્ટ કેરિયર ભૂમધ્ય સમુદ્રમાં જમાવટ માટે રવાના થયું હતું. ઈરાનના વિદેશ પ્રધાન હોસૈન અમીર અબ્દુલ્લાયાને શનિવારે બેરુતમાં યુએનના મધ્ય પૂર્વના રાજદૂત ટોર વેનેસલેન્ડ સાથે મુલાકાત કરી હતી.













