અવકાશમાં ફસાયાને ઘણા મહિનાઓ બાદ છેલ્લે ધરતી પર ચાર અવકાશ યાત્રીઓ સુરક્ષિત રીતે પરત ફર્યા છે. પરંતુ ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અત્યાર સુધી પરત નથી આવી શકી. બોઈંગના કેપ્સ્યૂલમાં ક્ષતિ આવવા અને ચક્રવાત મિલ્ટનને લીધે આશરે ચાર મહિનાથી વધુ સમયથી અવકાશ સ્ટેશન પર પસાર કર્યા બાદ ચાર અવકાશ યાત્રીઓ ધરતી પર પાછા આવ્યા છે.


ધરતીથી ઉપર આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનથી અઠવાડિયાના મધ્યમાં રવાના થયા પછી સ્પેસ એક્સના કેપ્સ્યૂલમાં પરત આવેલા અવકાશ યાત્રીઓને પેરાશૂટની મદદથી ફ્લોરિડાના તટની પાસે મેક્સિકોની ખાડીમાં ઉતારવામાં આવ્યા હતા. 

અવકાશમાંથી પાછા ફરેલા અન્ય ત્રણ અમેરિકન અને એક રશિયન અવકાશયાત્રીઓ બે મહિના પહેલા પૃથ્વી પર પાછા ફરવાના હતા, પરંતુ બોઈંગની નવી 'સ્ટારલાઇનર સ્પેસ કેપ્સ્યુલ'માં સમસ્યાના કારણે તેમના પરત આવવામાં વિલંબ થયો હતો. 'સ્ટારલાઈનર સ્પેસ કેપ્સ્યુલ' સલામતીની ચિંતાઓને કારણે ખાલી પાછી આવી. આ પછી, દરિયાની ખરાબ સ્થિતિ અને હરિકેન મિલ્ટનને કારણે આવેલા જોરદાર પવનોને કારણે તેમના પરત આવવામાં બે અઠવાડિયાનો વિલંબ થયો હતો. જો કે આ દરમિયાન ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ હજુ પરત ફરી શકી નથી

બે સ્ટારલાઈન અવકાશયાત્રીઓ, ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ અને 'ટેસ્ટ પાઈલટ' બૂચ વિલમોરનું મિશન, જેમણે પાછા ફરેલા અવકાશયાત્રીઓની જગ્યા લીધી છે, તે આઠ દિવસથી વધીને આઠ મહિના થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી તે પૃથ્વી પર પરત ફરી શક્યા નથી. SpaceXએ ચાર અઠવાડિયા પહેલા વધુ બે અવકાશયાત્રીઓ મોકલ્યા હતા. તે તમામ ફેબ્રુઆરી સુધી ત્યાં જ રહેશે. ઘણા મહિનાઓથી વધુ ભીડ કર્યા પછી, સ્પેસ સ્ટેશનમાં હવે તેની સામાન્ય ક્ષમતા પર સાત ક્રૂ સભ્યો છે, જેમાં ચાર અમેરિકન અને ત્રણ રશિયન અવકાશયાત્રીઓ છે. સુનિતા વિલિયમ્સ પણ સ્ટારલાઇનર કેપ્સ્યુલમાં ખામીને કારણે હજુ સુધી પરત ફરી શક્યા નથી. તેઓના પરત ફરવાની કોઈ તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.


  • Follow us on: