- અંજુ અંગે વાત કરતા નસરુલ્લાહ થયો ગુસ્સો
- નસરુલ્લાહએ મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો
- અંજુના આગમનથી સ્થાનિક લોકો પરેશાન
હાલમાં પાકિસ્તાનના મીડિયામાં ભારતની એક મહિલાનું નામ ગુંજી રહ્યું છે. આ નામ છે અંજુ. પરિવારજનોને ખોટું બોલીને પોતાના ફેસબુક ફ્રેન્ડને મળવા પાકિસ્તાન ગયેલી અંજુ પણ પરિણીત છે અને તેને બે બાળકો છે. પાકિસ્તાની મીડિયા દાવો કરી રહ્યું છે કે અંજુએ ઈસ્લામ અંગીકાર કરી લીધો છે અને હવે તેનું નવું નામ ફાતિમા છે. આટલું જ નહીં, તે જે ફેસબુક ફ્રેન્ડને મળવા આવી હતી તે નસરુલ્લાહ હવે તેની સાથે લગ્ન કરી ચૂકી છે. પરંતુ અંજુ અને નસરુલ્લાહ આ અંગે મૌન છે. અંજુના આગમનથી નસરુલ્લાહ અને તેના પરિવારનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.
અંજુ અને નસરુલ્લાહ હાલમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અપર ડીર વિસ્તારમાં છે જ્યાંથી ઈસ્લામાબાદ પહોંચવામાં પાંચથી 6 કલાક લાગે છે. અહેવાલ અનુસાર, અંજુ જ્યારે અહીં આવી તે અહીં કેમ આવી અને તેના લગ્નના દાવાઓમાં કેટલી સચ્ચાઈ છે જ્યારે નસરુલ્લા સાથે આ વિશે વાત કરવામાં આવી તો તે ખૂબ જ ગુસ્સે અને પરેશાન દેખાતો હતો. તેણે કહ્યું હતું કે તેને ખબર નથી કે શું કરવું. નસરુલ્લાહએ મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો છે.













