- વિમાન ઉડયાની થોડી સેંકડમાં વ્હીલ નીચે પડયું
- વિમાનમાંથી છૂટું પડેલું ટાયર સુધી પાર્ક કરેલી કારમાં અથડાયું
- આ ઘટના પછી ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને તપાસના આદેશ આપી દીધા
અમેરિકાથી જાપાન જઈ રહેલા એક પ્રવાસી વિમાન સાથે એક વિચિત્ર બનાવ બન્યો હતો. સેન ફ્રાંસિસ્કો એરપોર્ટ પર વિમાન ઉડયાની ગણતરીની સેંકડમાં યુનાઈટેડ એરલાઈન્સ વિમાનનું એક વ્હીલ એમાંથી છૂટું પડીને નીચે જમીન પર પડી ગયું હતું. આ વિમાનમાં કુલ 235 યાત્રિકો અને સ્ટાફ 14 સવાર હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે તેમ વિમાન ઉડતાની સાથે વિમાનના છ ટાયરમાંથી એક અલગ થઈ નીચે પડી ગયું. આ ઘટનામાં જો કે કોઈ ઘાયલ નહોતું થયું.














