• નિજ્જરની હત્યાને કેનેડાની સંપ્રભુતાનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું

  • વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનાં આરોપોની તપાસની માંગ કરી
  • "ટ્રુડો પાસે માત્ર આરોપો છે, પુરાવા નથી" : ભૂતપૂર્વ સોલિસિટર જનરલ

સાઉથ સરેના સાંસદ કેરી લિન ફિન્ડલેએ કેનેડાની સંસદમાં પ્રશ્નકાળનાં ભાષણ દરમિયાન હરદીપસિંગ નિજ્જરના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, જો વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનો આરોપ સાબિત થાય છે કે વિદેશી સરકારે કેનેડાની ધરતી પર કેનેડિયનની હત્યા કરી છે, તો તે આપણી સંપ્રભુતાનું ઘોર ઉલ્લંઘન છે.

વિદેશી એજન્ટોની નોંધણી અંગે કાયદો બનાવવા માંગ

કન્ઝર્વેટિવ સાંસદ ફિન્ડલેએ કહ્યું કે આરોપોની તપાસ થવી જોઈએ અને ન્યાય મળવો જોઈએ. તેમણે કેનેડાની સરકારને વિદેશી દખલગીરીની ધમકીને ગંભીરતાથી લેવા હાકલ કરી હતી. તેમજ વિદેશી એજન્ટોની નોંધણી અંગે કાયદો બનાવવાની માંગણી કરી હતી. ફિન્ડલેએ ભારતના એજન્ટો સહિત તમામ "વિદેશી એજન્ટો"ની રજિસ્ટ્રી બનાવવા માટે કાયદો બનાવવાની હાકલ કરી હતી. તેમણે એ પણ જણાવ્યું કે એનડીપી અને લિબરલ્સ દ્વારા આ અંગેનું બિલ અટકાવવામાં આવ્યું હતું. કેરીએ એમપી સુખ ધાલીવાલ અને એમપી રણદીપ સરાઈ સહિત તમામ 4 લિબરલ સરે સાંસદોને બોલાવ્યા જેમણે વિદેશી એજન્ટોની રજિસ્ટ્રી માટેની તેમની કન્ઝર્વેટિવ દરખાસ્ત સામે મત આપ્યો. સાંસદે NDP-લિબરલ સરકારને પણ ફોરેન એજન્ટ રજિસ્ટ્રીને કાયદામાં તુરંત પસાર કરવા હાકલ કરી હતી.

ટ્રુડો પાસે પુરાવા નથી, માત્ર આરોપો છે

ભૂતપૂર્વ સોલિસિટર જનરલ અને ભૂતપૂર્વ બ્રિટિશ કોલંબિયા પોલીસ વડા કેશ હેડએ જણાવ્યું હતું કે તપાસનું રાજકીયકરણ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે સરેમાં ગેંગવોરનાં ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જેણે બે મોટા દેશો વચ્ચે સંઘર્ષ સર્જ્યો છે. તપાસ ટુંક સમયમાં પૂર્ણ થઈ શકે તેમ નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એજન્સીઓ વચ્ચે દાયકાઓથી સંઘર્ષ ચાલી રહ્યો છે. વર્ષનાં આ ગાળામાં ઘણા લોકો ઘરે પરત ફરે એવી સ્થિતિનું અમે નિર્માણ કર્યુ છે, પરંતુ આ વખતે એવું નથી થઈ રહ્યું. જેના લીધે એક ઈન્ટરનેશનલ ડ્રામા સર્જાયો છે જે દાયકાઓ જૂના સંબંધોને અસર કરી રહ્યો છે.

કાયદા પર વિશ્વાસ રાખો, નેતાઓ પર નહીં

કેશ હેડે કહ્યું કે અમે હવે કેનેડામાં સાઉથ એશિયનોની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે. લાંબા સમયથી ગુરુદ્વારાના નિયંત્રણને લઈને ઉદારમતવાદીઓ અને ઉગ્રવાદીઓ વચ્ચે ધાર્મિક સંઘર્ષ ચાલી રહ્યો છે. આવું ફરી ન બને તે માટે ખૂબ કાળજી લેવાની જરૂર છે. કાયદો પોતાનો માર્ગ અપનાવશે, પરંતુ નેતાઓ પર વિશ્વાસ નથી. તેમણે એ પણ કહ્યું કે કેનેડાએ ભારત વિરુદ્ધ જે કહ્યું છે તે આરોપો છે, પુરાવા નથી.


  • Follow us on: