• હમાસ-ઈઝરાયેલ યુદ્ધના 11 દિવસ

  • યુદ્ધ હજુ લાંબુ ખેંચાય તેવી શક્યતા
  • ઈઝરાયેલે હમાસના ટોચના કમાન્ડરને માર્યો ઠાર

ઈઝરાયેલ હમાસ યુદ્ધને 11 દિવસ થવા આવ્યા છે. બંનેમાંથી કોઈ પણ એકબીજાને છોડવા જાણે કે તૈયાર હોય તેમ લાગી રહ્યું નથી. હજુ આ યુદ્ધ લાંબુ ખેંચાય તેવા એંધાણ છે. ત્યારે ઈઝરાયેલે વધુ એક ટોપના હમાસ કમાન્ડરને ઠાર માર્યો છે.

પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસની મિલિટરી વિંગ કાસમ બ્રિગેડે જણાવ્યું હતું કે મધ્ય ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં તેનો એક ટોચનો કમાન્ડર અને અન્ય બે આતંકવાદીઓ માર્યા ગયા છે. અયમાન નોફેલ એ સૌથી કુખ્યાત હમાસ ઉગ્રવાદી છે જે હાલમાં ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના બોમ્બ ધડાકામાં માર્યો ગયો છે. નોફેલ, જે ફક્ત અબુ મોહમ્મદ તરીકે ઓળખાતો હતો તે એક કુખ્યાત આતંકી હતો છે, મંગળવારે મધ્ય ગાઝા પટ્ટીમાં બુરેજી કેમ્પને નિશાન બનાવતા ઇઝરાયલી હુમલામાં માર્યો ગયો હતો. મહત્વનું છે કે અબુ મોહમ્મદ એ આંતકી હતો જેણે એકવાર ઈઝરાયેલના ફક્ત એક સૈનિકને બંધક બનાવ્યો હતો અને બદલામાં ઈઝરાયેલ પાસેથી પોતાના 1000 સાથીઓને છોડાવી લીધા હતા.


ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ પણ કહ્યું છે કે તેણે હમાસના ટોચના કમાન્ડરને મારી નાખ્યો છે. IDF એ અયમન નોફેલની હત્યાનો વીડિયો પણ 'X' પર પોસ્ટ કર્યો હતો. "અમે હમણાં જ હમાસના ટોચના આતંકવાદી અયમાન નોફાલને માર્યો છે," તેણે લખ્યું. ઉલ્લેખનીય છે કે નોફેલ ગાઝામાં હમાસની સેન્ટ્રલ બ્રિગેડના કમાન્ડર અને લશ્કરી ગુપ્તચર વિભાગના ભૂતપૂર્વ વડો હતો.

IDF એ ઉમેર્યું, "નોફેલે ઇઝરાયલી નાગરિકો સામે અસંખ્ય હુમલાઓનું આયોજન કર્યું હતું અને આતંકવાદી સંગઠનમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંથી એક હોવા ઉપરાંત, તે ગિલાડ શાલિતના અપહરણના આયોજનમાં પણ સામેલ હતો." ઇઝરાયેલી સેનાએ એ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો કે કે જ્યાં સુધી તેઓ હમાસનો નાશ કરશે ત્યાં સુધી તેઓ રોકાશે નહીં.

હાલ ઘણાં દેશો મધ્યસ્થી કરીને ગાઝામાં લાખો નાગરિકોને રાહત સહાય પૂરી પાડવા માટે ઈઝરાયેલ અને હમાસની મડાગાંઠને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. હમાસના આતંકવાદીઓના હુમલા બાદથી આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને ઈઝરાયેલ તેના પર સતત બોંબવર્ષા કરી રહ્યું છે.


  • Follow us on: