• ઇઝરાયેલના ડિમોના સ્થિત ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર પાસે ફાયરિંગ
  • ઘટનાસ્થળે સુરક્ષા જવાનોએ તરત જ ચાર્જ સંભાળી લીધો
  • ફાયરિંગ કરનારા લોકો કોણ હતા તે દિશામાં તપાસ કરી તેજ

ઇઝરાયેલના ડિમોના સ્થિત ન્યુક્લિયર રિસર્ચ સેન્ટર પાસે બુધવારે ફાયરિંગ થયું હતું. સુરક્ષા જવાનોએ તરત જ ચાર્જ સંભાળી લીધો હતો, જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ફાયરિંગ કરનારા લોકો કોણ હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બુધવારે ઈઝરાયેલના ડિમોના શહેરમાં રોટેમ ફેક્ટરી પાસે ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. કહેવાય છે કે ફેક્ટરી મેનેજમેન્ટ દ્વારા થોડા સમયની અંદર ફેક્ટરી ખાલી કરાવવામાં આવી હતી. આ એ જ શહેર છે જ્યાં ઈઝરાયેલનું સૌથી મોટું પરમાણુ સંશોધન કેન્દ્ર આવેલું છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જોકે, ફાયરિંગ કોણે અને શા માટે ચલાવી તે સ્પષ્ટ થયું નથી. ઈઝરાયેલે આ ઘટનાની પુષ્ટિ કરી નથી.

ઈઝરાયેલ-ગાઝા બોર્ડર પર હુમલો યથાવત

હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગાઝા-ઈઝરાયેલ બોર્ડર પર સતત હુમલાઓ સામસામે કરી રહ્યા છે. બંને વચ્ચે ચાલી રહેલા અથડામણ 5 દિવસ વીતી ગયા છતા હજુ સુધી ઈઝરાયેલ હમાસ પર સંપૂર્ણ રીતે વર્ચસ્વ જમાવી શક્યું નથી. હવે ઈઝરાયેલે ઘાતક હુમલો કર્યો છે. એવું માનવામાં આવે છે કે ગ્રાઉન્ડ ઓપરેશન માટે ઇઝરાયેલ હમાસના આતંકવાદીઓને ખતમ કરવાની સાથે બંધકોને છોડાવવાનો પ્રયાસ કરશે.

ઈઝરાયેલની વાયુસેના ગાઝા પર ભીષણ બોમ્બમારો કર્યો

ઈઝરાયેલ પર આતંકી હુમલા બાદ ઈઝરાયેલની વાયુસેના ગાઝા પર ભીષણ બોમ્બમારો કરી રહી છે.અમેરિકાએ ઈઝરાયેલના સાથ આપવા માટે પોતાનુ અત્યંત ઘાતક વિમાન વાહક જહાજ યુએસએસ જિરાલ્ડ ફોર્ડ ઈઝરાયેલ અને ગાઝા પાસે દરિયામાં મોકલી આપ્યુ છે. જોકે અમેરિકાએ ઈઝરાયેલને મદદ કરવાની દાખવેલી તૈયારી બાદ એર્દોગન બહાવરા થયા છે. ગાઝામાં પાણી અને વીજળી સપ્લાય કાપી નાંખવામાં આવ્યો છે અને માનવાધિકારોનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે. 


  • Follow us on: