• રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણાએ પકડ્યો વેગ 
  • રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે અનેક કરારો પર ચર્ચા 
  • રશિયાએ 1 લાખ 70 હજાર સૈનિકોની ભરતી કરવાની વિચારણા

રશિયા અને યુક્રેન વચ્ચે ગંભીર શાંતિ મંત્રણાએ વેગ પકડ્યો છે. યુક્રેનિયન જનરલ વેલેરી ઝાલુઝની અને રશિયન જનરલ વેલેરી ગેરાસિમોવ વચ્ચે વાટાઘાટો થઇ રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ઘાતક બને તેવા વાવડ સામે આવી રહ્યા છે.

યુદ્ધવિરામને લઇ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે અનેક કરારો પર ચર્ચા કરવામાં આવશે જ્યાં શાંતિ વાટાઘાટો સમાપ્ત થયા પછી સૈનિકોની સ્થિતિ અનુસાર સરહદો નક્કી કરવામાં આવશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોટો નિર્ણય લીધો છે. યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને ભારે નુકસાન થઈ રહ્યું છે. યુદ્ધમાં મોટી સંખ્યામાં રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ જ કારણ છે કે રશિયા નવા સૈનિકોની ભરતી કરવાની તૈયારી કરી રહ્યું છે. પુતિને દસ્તાવેજ પર હસ્તાક્ષર પણ કર્યા છે. ટૂંક સમયમાં 1 લાખ 70 હજાર સૈનિકોની ભરતી પણ શરૂ થશે.

યુક્રેને રશિયન વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા હતા

અત્યાર સુધી યુક્રેનની સેના સરહદને અડીને આવેલા રશિયન વિસ્તારોમાં ડ્રોન દ્વારા સતત સરકારી ઈમારતોને નિશાન બનાવી રહી હતી, પરંતુ હવે યુક્રેન રશિયાની અંદર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. રિપોર્ટ અનુસાર રેલ ટનલમાં થયેલા બ્લાસ્ટમાં યુક્રેનિયન ઈન્ટેલિજન્સનો હાથ છે. આ હુમલો સેવેરોમુસ્કી રેલ ટનલમાં થયો હતો અને 10 માઈલના અંતરે ચાર વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. યુક્રેન દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં ઈંધણથી ભરેલા ત્રણ ટેન્કરો નાશ પામ્યા છે. એક માલગાડીને પણ ઉડાવી દેવામાં આવી છે. બૈકલ-અમુર મેઈનલાઈન પણ બંધ કરી દેવામાં આવી છે.

ટનલ હુમલાથી રશિયાને કેટલું નુકસાન થયું?

  • આ માર્ગ દ્વારા લશ્કરી સામાનની સપ્લાય કરવામાં આવે છે.
  • માર્ગ બંધ થવાને કારણે લશ્કરી માલસામાનના સપ્લાય પર અસર.
  • યુક્રેનના યુદ્ધ ઝોનમાં શસ્ત્રો મોકલવામાં સમય લાગશે.

રેલ ટનલ પર હુમલો શા માટે?

  • રશિયા ચીન પાસેથી શસ્ત્રો સપ્લાય કરવા સક્ષમ ન હોવું જોઈએ.
  • ચીન સાથે રશિયાનું રેલ જોડાણ તોડી નાખવું જોઈએ.
  • જો ચીન તરફથી શસ્ત્રોની સપ્લાય બંધ થશે તો રશિયા નબળું પડી જશે

  • Follow us on: