- ચીનમાં ફેલાતા રહસ્યમય રોગ અંગે રાષ્ટ્રપતિ જો બાયડને લખ્યો પત્ર
- "US અને ચીન વચ્ચેની મુસાફરીને પ્રતિબંધિત કરવી જોઈએ"
- "આ રોગ ભવિષ્યમાં કોઈ મોટી સમસ્યાનું કારણ પણ બની શકે"
અમેરિકાના પાંચ સેનેટરોએ ચીનમાં ફેલાતા રહસ્યમય બીમારી અંગે રાષ્ટ્રપતિ જો બાયડને પત્ર લખ્યો છે. માર્કો રુબિયોના નેતૃત્વમાં પાંચ રિપબ્લિકન સેનેટરોએ શુક્રવારે લખેલા તેમના પત્રમાં અમેરિકી રાષ્ટ્રપતિ બાયડને ચીન પર ટ્રાવેલ પ્રતિબંધ લાદવા કહ્યું છે.
પહેલા કોરોના દ્વારા આખી દુનિયામાં હાહાકાર મચાવી દેનારા ચીનમાં હાલમાં ઝડપથી વધુ એક રહસ્યમય બીમારી ફેલાઈ રહી છે જેને લઈને ઘણા દેશો ફરીવાર ચિંતિત દેખાઈ રહ્યા છે. દરમિયાન અમેરિકામાં આ રોગની એન્ટ્રી માત્રથી અમેરિકી સેનેટરો ફફડી ઊઠ્યાં છે. તેમણે આ મામલે રાષ્ટ્રપતિ બાયડેનને એક ખાસ અપીલ કરી દીધી છે. બાયડેનને કહ્યું કે છે કે અમેરિકા-ચીન વચ્ચે યાત્રા પ્રતિબંધ મૂકવામાં આવે. માર્કો રુબિયોના નેતત્વમાં પાંચ રિપબ્લિકન સેનેટરોએ આ મામલે બાયડેનને એક પત્ર પણ લખ્યો હતો. આ પત્રમાં કહેવાયું છે કે જ્યાં સુધી એશિયાઈ દેશોમાં ઝડપથી ફેલાઈ રહેલી શ્વાસની બીમારી વિશે વધુ વિગતો સામે ન આવે ત્યાં સુધી અમેરિકા અને ચીન વચ્ચે યાત્રા પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવે.













