• જર્મનીના મ્યુનિક શહેરમાં ભારે હિમવર્ષા
  • 760 ફ્લાઇટ્સમાંથી 320 રદ કરાઇ
  • મુસાફરોને ફરીથી ટ્રીપ બુક કરવાની સૂચના

જર્મનીના મ્યુનિક શહેરમાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને ઘણી ફ્લાઈટ્સ પણ રદ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મ્યુનિક એરપોર્ટે બપોરે 12 વાગ્યા સુધીની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી છે.

મળતી માહિતી મુજબ જર્મનીના મ્યુનિક શહેરમાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને ઘણી ફ્લાઈટ્સ પણ રદ કરવામાં આવતા મુસાફરો અટવાયા છે. મ્યુનિક એરપોર્ટે બપોરે 12 વાગ્યા સુધીની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે હિમવર્ષાના કારણે લાંબા અંતરની ટ્રેનો પણ રદ કરવામાં આવી છે.  શનિવાર માટે નિર્ધારિત 760 ફ્લાઇટ્સમાંથી અત્યાર સુધીમાં લગભગ 320 રદ કરવામાં આવી છે. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ટ્રેનો પણ રદ કરવામાં આવી 

કહેવામાં આવી રહ્યું છે કે હિમવર્ષાના કારણે લાંબા અંતરની ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. એજન્સીના જણાવ્યા અનુસાર મ્યુનિકના સેન્ટ્રલ રેલવે સ્ટેશન સુધી ટ્રેનો પહોંચી શકી નથી. માનવામાં આવે છે કે દિવસભર આ સ્થિતિ રહી શકે છે. જેના કારણે મુસાફરોને ફરીથી ટ્રીપ બુક કરવાની સલાહ આપવામાં આવી હતી.

  • Follow us on: