- અંજુ પંજાબના વાઘા બોર્ડરથી ભારત આવી
- દિલ્હી પહોંચ્યા બાદ અંજુનો કોઈ પત્તો નથી
- અંજુએ પાકિસ્તાન જઈ હિંદુમાંથી ઈસ્લામ સ્વીકાર્યો
અંજુ નામની એક ભારતીય મહિલા 5 મહિના અગાઉ પ્રેમી માટે પાકિસ્તાન ભાગી ગઈ હતી. તે હાલમાં પાકિસ્તાનથી ભારત આવી છે. અંજુ ભારત પરત ફર્યા બાદ તે ચર્ચાનો વિષય બની ગઈ છે. પાકિસ્તાન ગયા બાદ અંજુએ પોતાનો હિંદુ ધર્મ બદલીને ઈસ્લામ સ્વીકારી લીધો અને અંજુ ફાતિમા બની ગઈ હતી.તમને જણાવી દઈએ કે તે પંજાબના વાઘા બોર્ડરથી ભારત આવી છે. ત્યાર બાદ તે દિલ્હી એરપોર્ટ પર જોવા મળી હતી.
જો કે, દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યા બાદ અંજુ ક્યાંય જાહેરમાં જોવા મળી નથી અને તેનો કોઈ પત્તો નથી. અત્યાર સુધી અંજુનો કોઈ સુરાગ મળ્યો નથી. તે ક્યા છે? કોની સાથે? કોઈ પણ વસ્તુ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
અંજુની ધરપકડ થઈ શકે
આ અઠવાડિયે દિલ્હી પહોંચ્યા બાદ અંજુનો કોઈ પત્તો નથી. તે ભિવડી પહોંચી ન હતી અને ન તો તે તેના બાળકોને મળી હતી. અંજુ રહેતી રહેણાંક સોસાયટીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમામ વાહનો અને અજાણ્યા લોકોને સંપૂર્ણ ચેકિંગ બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઇન્ટેલિજન્સ બ્યુરોની ટીમે અંજુના બાળકો 15 વર્ષની પુત્રી અને છ વર્ષના પુત્રની પણ પૂછપરછ કરી હતી.
ભીવાડીના અધિક પોલીસ અધિક્ષક (SP) દીપક સૈનીએ કહ્યું હતું કે અંજુના કેસની તપાસ ચાલી રહી છે અને લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે જો જરૂર પડશે તો અંજુની પૂછપરછ કરી શકાય છે અને તેની ધરપકડ પણ થઈ શકે છે.
અંજુ આ વર્ષની શરૂઆતમાં નસરુલ્લાહ સાથે લગ્ન કરવા પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા ગઈ હતી. તેણે નસરુલ્લાહ સાથે ફેસબુક દ્વારા વાત કરી અને બાદમાં મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. આ પછી તેણે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને પોતાનું નામ બદલીને ફાતિમા રાખ્યું હતું.
ભારત આવતા પહેલા વિડીયો રીલીઝ
અંજુએ પાકિસ્તાનથી પરત ફરતા પહેલા એક વીડિયો પણ જાહેર કર્યો હતો. તેણે વીડિયો દ્વારા કહ્યું હતું કે અહીંના લોકો મારી સાથે સારો વ્યવહાર કરે છે અને દરેક વ્યક્તિ પ્રેમ અને સન્માન સાથે દરેકનું સ્વાગત કરે છે. તેણે પાકિસ્તાનના લોકોનો આભાર માન્યો. અહીં દરેક વ્યક્તિ ખૂબ જ સરસ વ્યક્તિ છે. દરેક વ્યક્તિ પ્રેમ અને સન્માન સાથે દરેકનું સ્વાગત કરે છે તેઓ એવું નથી વિચારતા કે તે આપણા પરિવારમાંથી છે કે બહારથી. હું જ્યાં પણ ગઈ ત્યાં મને ખૂબ આવકાર મળ્યો હતો.