• સંયુક્ત રાષ્ટ્રમાં 1M1B એક્ટિવેટ ઈમ્પેક્ટ સમિટમાં રુચિરા કંબોજનું નિવેદન
  • ભારતને પરિવર્તન માટે યુવા શક્તિ પર સંપૂર્ણ વિશ્વાસ: રુચિરા કંબોજ
  • 2030 સુધીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પ્રાપ્ત કરવા સક્ષમ: રુચિરા કંબોજ

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ રુચિરા કંબોજે એક કાર્યક્રમ દરમિયાન તેમના સંબોધનમાં કહ્યું કે ભારતની યુવા વસ્તી વિશ્વમાં સૌથી વધુ છે. આપણા યુવાનો ભવિષ્યને ઘડી રહ્યા છે અને ટેક્નોલોજીની મદદથી ટકાઉ વિકાસના લક્ષ્યો હાંસલ કરવા તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં 1M1B એક્ટિવેટ ઈમ્પેક્ટ સમિટમાં રુચિરા કંબોજે કહ્યું કે ભારતને પરિવર્તન માટે યુવા શક્તિ પર સંપૂર્ણ વિશ્વાસ છે. 

ભારતને પરિવર્તન માટે યુવા શક્તિ પર સંપૂર્ણ વિશ્વાસ 

આ કાર્યક્રમનું આયોજન યુએન ડિપાર્ટમેન્ટ ઓફ ગ્લોબલ કોમ્યુનિકેશન્સ દ્વારા એનજીઓ 1M1Bના સહયોગથી કરવામાં આવ્યું હતું. ગ્લોબલ કોમ્યુનિકેશનના આઉટરીચ ડાયરેક્ટર મેહર નસીરે પણ સહમત થયા કે ભારત યુવા વસ્તી ધરાવતો દેશ છે. તેમણે કહ્યું કે જાપાનની સરેરાશ ઉંમર 48 વર્ષ, યુરોપની 44 વર્ષ અને અમેરિકાની 39 વર્ષ છે. જ્યારે ભારતની સરેરાશ ઉંમર 28 વર્ષ છે. 

ભારતની વિશ્વસ્તરે નામના વધી

રુચિરા કંબોજે જણાવ્યું હતું કે 2030 સુધીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હાંસલ કરવા માટે ઉર્જા સ્ત્રોતોમાં વધારો, મૌલિકતા અને યુવાનોની નવીનતા મહત્વપૂર્ણ છે. ભારત સૌથી યુવા વસ્તી ધરાવતો દેશોમાંનો એક છે અને આપણે માત્ર ભવિષ્યનું નિર્માણ થતું જોઈ રહ્યા નથી પરંતુ ભવિષ્યને ફરીથી આકાર આપી રહ્યા છીએ. કંબોજે જણાવ્યું હતું કે કૃષિ અને આરોગ્ય ક્ષેત્રે ભારતીય યુવાનો દ્વારા જે નવીનતાઓ કરવામાં આવી રહી છે તે એક ઉત્તમ ઉદાહરણ છે કે ટેક્નોલોજી કેવી રીતે સુધાર લાવી શકે છે અને પડકારોને કેવી રીતે તકોમાં રૂપાંતરિત કરી શકાય છે. 


  • Follow us on: