- IDFએ હમાસના આતંકીઓનો કર્યો પર્દાફાશ
- સમરિયામાં 15 આતંકવાદીઓની કરી ધરપકડ
- કુલ 1,350 ડોલર રોકડ સહિત વિસ્ફોટક સામગ્રી જપ્ત
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. દરમિયાન ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ શિન બેટ અને બોર્ડર પોલીસ સાથે સંકલન કરીને જુડિયા અને સમરિયામાં 15 વોન્ટેડ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. IDFએ US 1,350 ડોલર રોકડ, M-16 રાઇફલ્સ, આગ લગાડવાની સામગ્રી અને ડઝનબંધ ગેરકાયદે વાહનો જપ્ત કર્યા.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ યથાવત
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. દરમિયાન ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ શિન બેટ અને બોર્ડર પોલીસ સાથે સંકલન કરીને જુડિયા અને સમરિયામાં 15 વોન્ટેડ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. IDFએ US$1,350 રોકડ, M-16 રાઇફલ્સ, વિસ્ફોટક સામગ્રી અને ડઝનબંધ ગેરકાયદે વાહનો જપ્ત કર્યા. અત્યાર સુધીમાં લગભગ 2100 વોન્ટેડ આતંકવાદીઓ ઝડપાયા છે.
અત્યાર સુધીમાં કેટલા આતંકવાદીઓ પકડાયા?
ગાઝામાં યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી, ઇઝરાયેલી સુરક્ષા દળોએ જુડિયા, સમરિયા અને જોર્ડન ખીણ પ્રદેશોમાં આશરે 2,100 વોન્ટેડ આતંકવાદીઓને પકડી લીધા છે, જેમાં આશરે 1,100 આતંકવાદી સંગઠન હમાસ સાથે જોડાયેલા છે.