• હમાસ-ઇઝરાયેલ યુદ્ધનો આજે 15મો દિવસ છે
  • ઇઝરાયેલ દ્વારા વહેલી સવારે ગાઝા પર હુમલો કરાયો
  • આ હુમલામાં લગભગ 30 લોકો માર્યા ગયા છે

હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઇઝરાયેલ અત્યાર સુધી કહેતું આવ્યું છે કે તે તેને (હમાસ) સંપૂર્ણપણે નષ્ટ કરી દેશે. અત્યારે ઈઝરાયેલ અને હમાસ એવા બે નામ છે જેના પર આખી દુનિયાની નજર ટકેલી છે. કારણ છે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 14 દિવસથી ચાલી રહેલું ભીષણ યુદ્ધ. આ યુદ્ધ 7 ઑક્ટોબરે શરૂ થયું હતું, પરંતુ તે સમયે કોઈએ વિચાર્યું ન હતું કે તે એવો પણ સમય આવશે જ્યાં વિશ્વના શક્તિશાળી દેશો વચ્ચે આવવું પડશે. યુદ્ધની શરૂઆતથી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનથી લઈને બ્રિટિશ પીએમ ઋષિ સુનાક સુધી દરેકને ઈઝરાયેલની મુલાકાત લેવી પડી. આ દરમિયાન તેમણે યુદ્ધમાં સામેલ બંને પક્ષો તેમજ યુદ્ધ ક્ષેત્રની નજીક હાજર આરબ દેશોના વડાઓ સાથે વાત કરી છે.

વેસ્ટ બેંકમાં 84 પેલસ્ટિનિયન માર્યા ગયા

પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, જેરીકોમાં આઈડીએફ ગોળીબારમાં 17 વર્ષીય છોકરો મુહમ્મદ નુજાનું મોત થયું હતું. મંત્રાલયના આંકડાઓ અનુસાર, યુદ્ધ શરૂ થયું ત્યારથી પશ્ચિમ કાંઠે 84 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.

ઈઝરાયેલના હુમલામાં 30 લોકો માર્યા ગયા

પેલેસ્ટિનિયન ન્યૂઝના અહેવાલ અનુસાર, ગાઝા પટ્ટી પર ઇઝરાયેલ દ્વારા વહેલી સવારે થયેલા . ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર,ઈઝરાયેલે ગાઝાના દક્ષિણી રફાહ શહેરમાં અનેક રહેણાંક ઈમારતો પર બોમ્બમારો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા હતા, અન્ય લોકો ઘાયલ થયા હતા અને કાટમાળ નીચે ઘણા લોકો લાપતા થયા હતા. ગાઝા પટ્ટીના ઉત્તરમાં આવેલા જબાલિયા શહેરમાં પણ ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા હતા.

ગાઝામાં 470 થી વધુ રોકેટ પડ્યા

ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદે માહિતી આપી હતી કે ગાઝા તરફથી ઈઝરાયેલ પર લગભગ 7,700 રોકેટ છોડવામાં આવ્યા હતા, જેમાંથી 470થી વધુ રોકેટ ગાઝામાં પડ્યા હતા.

  • Follow us on: