- ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પુતિને આપ્યુ આમંત્રણ
- ઓક્ટોબરમાં ચીનની મુલાકાતે જશે રશિયાના રાષ્ટ્રપતિ
- પુતિન બેઇજિંગ પહોંચીને શી જિનપિંગ સાથે કરશે બેઠક
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઓક્ટોબરમાં ચીનની મુલાકાત લેશે. તેણે પોતે આ વાતની પુષ્ટિ કરી છે. પુતિને બુધવારે કહ્યું હતું કે, ઓક્ટોબરમાં ચીનની મુલાકાત લેવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું આમંત્રણ સ્વીકાર્યું છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચીનની મુલાકાતે જવાના છે. ચીનની મુલાકાતને લઇ વિશ્વભરમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. તેવામાં રશિયાના સરકારી ટેલિવિઝન પર એક બેઠક દરમિયાન પુતિને બેઇજિંગના વિદેશ પ્રધાન વાંગ યીને જણાવ્યું હતું કે, "હું પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના રાષ્ટ્રપતિના ઓક્ટોબરમાં ચીનની મુલાકાત લેવાનું આમંત્રણ સ્વીકારીને ખુશ છું." બેઇજિંગ પહોંચીને પુતિન તેમના ચીની સમકક્ષ શી જિનપિંગને મળશે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે યુક્રેનમાંથી બાળકોને ગેરકાયદેસર રીતે દેશનિકાલ કરવા માટે ધરપકડ વોરંટ જારી કર્યા બાદ પુતિનની આ પ્રથમ વિદેશ યાત્રા હશે.













