• હમાસ દ્વારા અચાનક થયેલા હુમલાનો ઈઝરાયેલે આપ્યો આકરો જવાબ
  • યુદ્ધનું લાઈવ કવરેજ કરી રહેલી પત્રકારોને અણધારી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો
  • પેલેસ્ટાઈનમાં એક મહિલા પત્રકાર જીવના જોખમે પોતાની ફરજ બજાવી

હમાસ દ્વારા અચાનક થયેલા હુમલા અંગે ઈઝરાયેલની પ્રતિક્રિયા નક્કી કરવા ગઈકાલે મોડી રાત્રે ઈઝરાયેલની રાજકીય-સુરક્ષા કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી. ઇઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયના એક નિવેદન અનુસાર, કેબિનેટે હમાસ અને પેલેસ્ટિનિયન ઓથોરિટીની સૈન્ય અને સરકારી ક્ષમતાઓને નષ્ટ કરવાના હેતુથી ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આ દરમિયાન બદલાની આગમાં સળગી રહેલા ઈઝરાયેલે કદાચ પેલેસ્ટાઈન અને હમાસને જવાબ આપવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું વળતી લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. જવાબી કાર્યવાહીમાં ઈઝરાયલે દરેક તોપ અને ફાઈટર પ્લેન ગાઝા તરફ ફેરવી દીધા હોય તેમ લાગે છે.

મહિલા પત્રકારે પોતાની ફરજ બજાવી

આ દરમિયાન ઈઝરાયેલની જવાબી કાર્યવાહીમાં પેલેસ્ટાઈનને ભારે નુકસાન થયું છે. ગાઝાના ઘણા રહેણાંક વિસ્તારો પણ આ યુદ્ધનો શિકાર બન્યા છે. ઈઝરાયેલના હવાઈ હુમલામાં કેટલીક જગ્યાએ આખી ઊંચી ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને કેટલીક જગ્યાએ યુદ્ધનું લાઈવ કવરેજ કરી રહેલા પત્રકારોને અણધારી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

ઈઝરાયેલની જવાબી કાર્યવાહીમાં પેલેસ્ટાઈનમાં એક મહિલા પત્રકાર જીવના જોખમે પોતાની ફરજ બજાવી રહી હતી અને આ દરમિયાન ઈમારત પડીને ટુકડામાં વહેંચાઈ ગઈ અને આકાશ માત્ર ઘુમાડાથી ભરેલું હતું. આ દશ્યો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. હાલમાં આ મહિલા પત્રકાર અંગે કોઈ માહિતી નથી. મહિલા પત્રકારે જીવ જોખમમાં મૂકીને લોકોને સમાચારોથી વાકેફ કરતી દેખાઈ હતી.

ઈઝરાયેલના પીએમનું નિવેદન

ઈઝરાયેલના પીએમ નેતન્યાહુએ કહ્યું હતું કે, 'અમે તરત જ જવાબ આપ્યો છે. અમારો ઉદ્દેશ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી આ હુમલા ચાલુ રહેશે. ઇઝરાયેલનું ધ્યેય હમાસની ક્ષમતા અને ઇઝરાયલી નાગરિકોને આવનારા ઘણા વર્ષો સુધી ધમકાવવા અને નુકસાન પહોંચાડવાની ઇચ્છાને કાયમ માટે ખતમ કરવાનો છે. અમે ઇઝરાયેલના નાગરિકોની સુરક્ષા પુનઃસ્થાપિત કરીશું અને અમે જીતીશું. કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોમાં દુશ્મનોને વીજળી, ઈંધણ અને અન્ય સામાનનો પુરવઠો રોકવાનો સમાવેશ થાય છે.

  • Follow us on: