- પૂર્વ પીએમ ઈમરાન ખાનની મુશ્કેલીઓમાં સતત વધારો
- હવે ઈમરાન ખાનના જીવને પણ ખતરો
- તોશા ખાના સહિતના કેસમાં ઈમરાનને લાંબી સજાનો આદેશ
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. પરંતુ તેમની મુસીબતો માત્ર આટલેથી જ ખતમ થવાની નથી. ઈમરાન ખાનનો જીવ જોખમમાં છે. ઈમરાન ખાનના નજીકના ડૉ.સલમાન અહેમદે આ દાવો કર્યો છે. ઇમરાન ખાન પહેલાં સત્તા ગુમાવી હતી. ત્યારબાદ તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને હવે 8મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે તેમનું નામાંકન પણ રદ કરવામાં આવ્યું છે. પાકિસ્તાની સેના ઇમરાનને સંપૂર્ણપણે ગાયબ કરવા માંગે છે. હવે ઈમરાન ખાનને જીવિત રહેવા માટે પાકિસ્તાની સેનાએ ત્રણ વિકલ્પ આપ્યા છે.
મળતી માહિતી અનુસાર, સેના દ્વારા આપવામાં આવેલ પહેલો વિકલ્પ એ છે કે ઈમરાન પાકિસ્તાનની જનતાની ઔપચારિક રીતે માફી માંગે અને રાજકારણથી દૂર રહે. તેમને તેમના પરિવારના સભ્યોને નોમિનેટ કરીને ચૂંટણીના રાજકારણનો ભાગ બનવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ઈમરાનનો બીજો વિકલ્પ બની ગાલામાં રહેવાનો અને તેની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાન (પીટીઆઈ)ની ચૂંટણીમાં ભાગ ન લેવાનો છે. ખાને પાર્ટીનું ચૂંટણી ચિન્હ ક્રિકેટ બેટ ગુમાવ્યાના અઠવાડિયા પછી 1 ફેબ્રુઆરીના રોજ આંતર-પાર્ટી ચૂંટણીની જાહેરાત કરી હતી.













