• પેરીસમાં 26 જુલાઈથી ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન
  • ઓલિમ્પિકના આયોજન પહેલા રેલવે સ્ટેશન પર હુમલાથી સુરક્ષા પર સવાલ ઉઠયા
  • હુમલામાં ત્રણ પૈકી એકની હાલત ગંભીર, આરોપીની કડક પૂછપરછ શરૂ

ફ્રાંસની રાજધાની પેરીસના એક રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની સુરક્ષામાં ભારે બેદરકારી સામે આવી છે. એક હુમલાખોર ચપ્પુ લઈ સુરક્ષાકર્મીઓને થાપ આપી પ્લેટફોર્મ સુધી ધસી ગયો હતો અને ત્રણ લોકોને ચપ્પાના ઝીંકી ઈજાગ્રસ્ત કર્યા હતા. ચપ્પુ લાગવાથી કુલ ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેથી તેઓને તાબડતોબ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના ફ્રાંસના ગારેડે લ્યોન ટ્રેન સ્ટેશનનો બતાવવામાં આવ્યો છે. જાણકારી અનુસાર એક હુમલાખોર ચપ્પુ ઝીંકી ત્રણ લોકોને ઘાયલ કરી દીધા હતા.

 પેરીસ પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલાખોરને અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને ઈજાગ્રસ્તોમાં એકની હાલત ખૂબ ગંભીર બતાવવામાં આવી રહી છે. હુમલાખોર પાસે તીક્ષ્ણ ચપ્પુ હતું જેને પોલીસે ઘટનાસ્થળેથી જપ્ત કરી લીધું છે. પોલીસે આરોપીની પોલીસ સ્ટેશનમાં લઈ જઈ પૂછપરછ શરૂ કરી હતી. પેરીસ આ વર્ષે ઓલિમ્પિક રમતની યજમાની કરવા જઈ રહી છે. જેનો પ્રારંભ 26 જુલાઈથી થશે. આ ઓલિમ્પિકમાં ભાગ લેવા દુનિયાભરમાંથી ખેલાડીઓ આવશે. આની ઠીક પહેલા રેલવે પ્રવાસીઓની સુરક્ષામાં થયેલી મોટી બેદરકારી સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઊભા કર્યા છે.

હુમલાખોરે શા માટે કર્યો હુમલો

હુમલાખોરે જે ત્રણ લોકોને પોતાનો શિકાર બનાવ્યો તેનું કારણ શું હતું તેને કોની સાથે દુશ્મની હતી. આ અંગે હાલ પૂરતી પોલીસને કોઈ જાણકારી નથી મળી. હુમલાખોરની પોલીસ આકરી પૂછપરછ કરી રહી છે. પોલીસ પૂછપરછ બાદ સમગ્ર ઘટના પાછળનું કારણ સામે આવશે.

 

  • Follow us on: