• પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે અફઘાનિસ્તાનમાં સત્તાધારી તાલિબાનને ચેતવણી આપી
  • તાલિબાન નેતાઓને સરહદ પર સુરક્ષાને લઈને કરેલા વચનો યાદ અપાવ્યાં
  • તાલિબાને વચન પાળવામાં નિષ્ફળ જાય છે તો અમારે કંઈક કરવું પડશે

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે અફઘાનિસ્તાનમાં સત્તાધારી તાલિબાનને ચેતવણી આપી છે. આસિફે કહ્યું છે કે જો કાબુલમાં બેઠેલી સરકાર પાકિસ્તાન વિરોધી ગતિવિધિઓને રોકવામાં નિષ્ફળ જશે તો તે અફઘાનિસ્તાનની અંદર ઘૂસીને આતંકવાદીઓના અડ્ડાઓને નિશાન બનાવવામાં નિષ્ફળ નહીં જાય. આસિફે વોઈસ ઓફ અમેરિકાને આપેલા ખાસ ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી. આ સાથે આસિફે ફેબ્રુઆરીમાં તેમની એક મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે તેઓ અફઘાનિસ્તાનની મુલાકાતે ગયા ત્યારે તેમણે તાલિબાન નેતાઓને સરહદ પર સુરક્ષાને લઈને કરેલા વચનો પૂરા કરવાનું યાદ અપાવ્યું હતું.

અફઘાન તાલિબાને વચન તોડ્યું

આસિફે કહ્યું હતું કે તાલિબાન નેતાઓએ પાકિસ્તાનને વચન આપ્યું હતું કે તહરીક-એ-તાલિબાન (TTP)ના આતંકવાદીઓ તેમની જમીનનો ઉપયોગ નહીં કરે. તેમજ અફઘાનિસ્તાનમાં બેસીને આ આતંકવાદીઓ પાકિસ્તાન પર કોઈ આતંકવાદી હુમલાની યોજનાને અંજામ આપી શકશે નહીં. આસિફે કહ્યું હતું કે તાલિબાન સરકાર દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જે વચન આપવામાં આવ્યું હતું પરંતું તેના પર ખરા ઉતર્યા નથી.

આસિફે કહ્યું હતું કે, તાલિબાને તેમનું વચન પાળ્યું નથી અને જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જાય છે તો અમારે કંઈક કરવું પડશે. આસિફે કહ્યું હતું કે તેમાં કોઈ શંકા નથી કે તેમની ધરતી પર આતંકવાદીઓ છે અને પાકિસ્તાન માટે તેમને ખતમ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ હશે.

અફઘાનિસ્તાનમાં આતંકવાદી કાવતરું

પાકિસ્તાનનો આરોપ છે કે થોડા વર્ષો પહેલા અફઘાનિસ્તાનની સરહદ સાથે જોડાયેલા પાકિસ્તાનના વિસ્તારોમાં પાકિસ્તાની સેનાના ઓપરેશન બાદ ટીટીપી અફઘાનિસ્તાનથી આતંકવાદી ષડયંત્રને અંજામ આપવામાં વ્યસ્ત છે. પાકિસ્તાને હંમેશા દાવો કર્યો છે કે સૈન્ય કાર્યવાહીના કારણે હજારો TTP લડવૈયાઓએ ભાગવું પડ્યું હતું. ગયા એપ્રિલમાં પાકિસ્તાને પૂર્વ અફઘાનિસ્તાનમાં ટીટીપીની ચોકી હોવાનો દાવો કર્યો હતો. તેમના દેશની સુરક્ષા માટેનો ખતરો એટલો નહીં વધે કે જ્યાં પાકિસ્તાનને એવું કંઈક કરવું પડે જે આપણા પડોશીઓ અને કાબુલના અમારા ભાઈઓને પસંદ ન આવે.


  • Follow us on: