ટાઈફૂન યાગીએ દક્ષિણ-પૂર્વ દેશ વિયેતનામમાં ભારે વિનાશ વેર્યો છે. આ તોફાનને લીધે વિયેતનામમાં 143 લોકો મોતને ભેટયા છે. આ ઉપરાંત 50થી વધુ લોકોનો કોઈ અતો પતો નથી. તોફાન યાગીએ હજારો એકર જમીન પર ઊભા પાકનો સોંથ વાળી દીધો છે. વિયેતનામથી ઘણી ડરામણી ઈમેજ સામે આવી રહી છે. સેંકડો લોકોને ઉપર આભને નીચે ધરતી જેવી સ્થિતિ સર્જાઈ છે.


ભૂસ્ખનલથી સેંકડો લોકોનાં મોત

ટાઈફૂન યાગીથી વિયેતનામ દેશમાં આવેલા ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન જોવા મળ્યું હતું. આમાં કેટલાક લોકોનાં મોત થયા આમાં કેટલા મોત થયા તેનો આંકડો હજી સુધી નથી સામે આવ્યો. આવામાં મૃતકોની સંખ્યા વધી શકે છે.

10 વર્ષથી સૌથી વધુ ખતરનાક તોફાન

ઉલ્લેખનીય છે કે, ટાઈફૂન યાગી એક દાયમાં દક્ષિણ-પૂર્વી એશિયાનું સૌથી ભયંકર તોફાન છે. શનિવારે આ તોફાન વિયેતનામમાં ઘમરોળ્યું હતું. યાગીને લીધે હવામાન પણ ખતરનાક થઈ ગયું હતું. 149 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. જો કે ટાયફૂીન યાગી રવિવારે નબળું થવા લાગ્યું હતું. પરંતુ આની અસર હજી સુધી વિયેતનામમાં જોવા મળી રહી છે. વિયેતનામના ઘણા વિસ્તારોમાં પૂર આવ્યું છે. વિયેતનામ સિવાય ચીનમાં પણ ભૂસ્ખલન અને પૂર જોવા મળી રહ્યું છે.

યાગી તોફાને 21 લાખ હેકટર પાકનો સોંથ વાળી દીધો

બુધવારે સવારે મળેલા નવા અને તાજા આંકડાઓ અનુસાર ટાયફૂન યાગીથી વિયેતનામ દેશમાં 143 લોકોનાં મોત થયા છે. જ્યારે 58 લોકો હજી ગુમ હોવાનું સામે આવ્યું છે. જેની તપાસ ચાલી રહી છે. હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદ અને તોફાનથી 21 લાખ હેકટર તૈયાર પાક સંપૂર્ણ ધોવાઈ ચુક્યો છે. વિયેતનામ ખેતી વિભાગના જણાવ્યા પ્રમાણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાની નોબત આવી છે.

  • Follow us on: