વિશ્વ આખું અમેરિકા પર થયેલા સૌથી મોટા આતંકવાદી હુમલાને કદાચ ભૂલી નહિ શકે. 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકાની 110 બહુમાળી ઈમારત વર્લ્ડ ટ્રેડ ટાવર સહિત આતંકવાદીઓએ પેંટાગોન અને વ્હાઈટ હાઉસને પણ ઉડાવવાનો પ્લાન બનાવ્યો હતો. વર્લ્ડ ટ્રેડ ટાવર અને પેંટાગોન પર હુમલો કરવામાં તેઓ સફળ રહ્યા, પરંતુ વ્હાઈટ હાઉસ સુધી પહોંચી ન શક્યા. આ હુમલા સાથે સંકળાયેલ તમામ રહસ્ય, જેમાં કેટલાક તથ્યો અંગે અત્યાર સુધી કોઈ જાણી નથી શક્યું.
અમેરિકામાં થયો હતો મોટો આતંકી હુમલો
9/11ની તારીખે અમેરિકા માટે ડરામણો દિવસ હતો. જ્યારે આતંકીઓએ ચાર પ્રવાસી વિમાનોનું અપહરણ કરી તેને વર્લ્ડ ટ્રેડ ટાવર અને પેંટાગોનથી અથડાવવા મજબૂર કર્યા. આમાં સેંકડો યાત્રિકો પણ સવાર હતા. આમ છતાં આતંકવાદીઓએ હાઈજેક કરેલા વિમાનોને વર્લ્ડ ટ્રેડ ટાવરને અથડાવી દીધા હતા. આશરે બે કલાકના સમયગાળા સુધી અમેરિકાના જુદાજુદા સ્થળો પર ઘણા આતંકવાદીઓએ વોશિંગ્ટન જ નહિ પરંતુ વિશ્વ થથરું ગયું હતું. વર્લ્ડ ટ્રેડ ટાવરની ત્રણ ઈમારતો સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગઈ હતી. અમેરિકા પર થયેલા આ સૌથી ભીષણ અને મોટો હુંલો હતો. જેમાં આશરે ત્રણ હજાર લોકોએ જીવ ગુમાવ્યો હતો.
અમેરિકામાં 9/11 આતંકવાદી હુમલા સાથે જોડાયેલા મોટા તથ્યો
11 સપ્ટેમ્બર, 2001ના રોજ 19 આતંકવાદીઓએ 4 અમેરિકન પેસેન્જર પ્લેન હાઈજેક કર્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે હુમલો કરનારા આતંકવાદીઓ અમેરિકામાં રહીને ઘણા વર્ષો સુધી ટ્રેનિંગ લીધી હતી. આ તમામ આતંકવાદીઓ પ્રવાસી, વિદ્યાર્થી અને બિઝનેસ વિઝા પર અમેરિકામાં પ્રવેશ્યા હતા. વર્લ્ડ ટ્રેડ ટાવર સાથે અથડાવા માટે બે વિમાનો બનાવવામાં આવ્યા હતા. તે સમયે બિલ્ડિંગમાં 17400 લોકો હાજર હતા. વર્લ્ડ ટ્રેડ ટાવરની ઈમારત કે જેને કોઈ વિમાન પણ ટક્કર મારી ન હતી તે પણ ધરાશાયી થઈ ગઈ. તેના પતનનું રહસ્ય આજ સુધી જાણી શકાયું નથી. આતંકવાદીઓ અન્ય પ્લેન વડે વ્હાઇટ હાઉસને પણ ઉડાડવાના હતા, પરંતુ તે પ્લેન પેન્સિલવેનિયામાં ક્રેશ થયું હતું.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિમાનના મુસાફરોની આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી, જેના કારણે તે ક્રેશ થયું હતું, નહીં તો અમેરિકન રાજધાની અથવા વ્હાઇટ હાઉસ પર મોટો હુમલો કરવાની યોજના હતી. પરંતુ પ્લેન ક્રેશ થવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મુસાફરો વચ્ચે અથડામણ થઈ હશે તેવું અનુમાન જ હતું. તમામ મુસાફરોના પણ મોત થયા હતા. આતંકીઓએ પ્લેન હાઇજેક કર્યા બાદ મુસાફરો પર મરચાંના પાવડરનો છંટકાવ પણ કર્યો હતો