અમેરિકામાં મંગળવાર 10 સપ્ટેમ્બર રાત્રે નવ વાગ્યે કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટ થઈ. આ દરમિયાન બંને ઉમેદવારોએ એકબીજા પર ભારે શાબ્દિક પ્રહારો કર્યા હતા. આ માટે ડિબેટનો ટાઈમ 90 મિનિટ હતો. આમ તો આ ડિબેટમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ પરંતુ માઈગ્રન્ટ, રશિયા-યુક્રેન યુદ્ધને લઈ ટ્રમ્પે પોતાની સ્પીચમાં શ્વાન-બિલાડીનો ઉલ્લેખ કર્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે 90 મિનિટની ચર્ચા થઈ. આ દરમિયાન બંનેએ એકબીજાની નીતિઓ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. 



રાષ્ટ્રપતિ ચૂંટણીના બે મોટા ઉમેદવાર વચ્ચે યોજાયેલી ચર્ચા એટલી જોરદાર હતી જેમાં શ્વાન, બિલાડી સુધીનો ઉલ્લેખ કરાયો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બિલાડી શબ્દનો ઉલ્લેખ એકવાર કર્યો હતો, જ્યારે શ્વાનનો ઉલ્લેખ ચાર વાર કર્યો હતો. આવામાં સવાલ એ ઉઠે છે કે આખરે આવું શા માટે થયું જે ટ્રમ્પે ડિબેટમાં શ્વાન-બિલાડીનો ઉલ્લેખ કર્યો?


માઈગ્રન્ટ પર ટ્રમ્પની ટિપ્પણી

પ્રેસિડેન્શિયલ ડિબેટમાં માઈગ્રન્ટ અને સીમા સુરક્ષાના મુદ્દે કમલા હેરિસ અને ટ્રમ્પે એકબીજા પર નિશાન સાધ્યું છે. કમલા હેરિસે દાવો કર્યો જો ટ્રમ્પની રેલીઓ જોશો તો તેઓની રેલીઓ છોડીને લોકો જતા રહે છે. કારણ કે, તેઓ મુદ્દાની વાત જ નથી કરતા, તેઓ કાલ્પનિક ચરિત્રોનો ઉલ્લેખ પોતાની રેલીઓમાં કરે છે.

ટ્રમ્પે દાવો કર્યો કે ઓહિયોના સ્પ્રિંગફીલ્ડમાં લોકોને ટીવી-ચેનલો પર બતાવ્યું કે માઈગ્રન્ટ લોકો તેઓના પાલતુ જનાવરો શ્વાન અને બિલાડીને ખાઈ રહ્યા છે. ટ્રમ્પે કહ્યું આ ખૂબ શરમજનક છે. જો કે ડિબેટના મોડરેટરે ટ્રમ્પના આ દાવાનો ફગાવતા કહ્યું કે, સ્પ્રિંગફીલ્ડની સિટી મેનેજર આવી કોઈપણ ઘટનાથી ઈનકાર કર્યો છે. પરંતુ ટ્રમ્પ પોતાની વાત પર અડગ રહ્યા હતા.

કમલા હેરિસે પણ બરાબરનો જવાબ આપ્યો

કમલા હેરિસના હુમલાનો સામનો કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રન્ટ્સના મુદ્દે કમલા હેરિસને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ આરોપ લગાવ્યો કે કમલા હેરિસ તેની રેલીઓ માટે પૈસા આપીને ભીડને બોલાવે છે અને બળજબરીથી બસોમાં લોકોને ભરે છે. કમલા હેરિસના દાવાને નકારતા તેમણે કહ્યું, 'લોકો મારી રેલીઓ છોડતા નથી, બલ્કે અમારી પાસે સૌથી મોટી રેલીઓ છે, જે રાજનીતિના ઈતિહાસની સૌથી અવિશ્વસનીય રેલી છે. આ એટલા માટે છે કારણ કે લોકો તેમના દેશને પાછા લેવા માંગે છે. બાઈડેન-હેરિસ વહીવટી તંત્ર પર પ્રહાર કરતા ટ્રમ્પે કહ્યું કે આપણો દેશ નિષ્ફળ રાષ્ટ્ર બની ગયો છે અને આ સાડા ત્રણ વર્ષ પહેલા થયું હતું. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે વર્તમાન વહીવટીતંત્રે લાખો લોકોને અમેરિકા આવવાની મંજૂરી આપીને દેશને બરબાદ કર્યો છે.રાષ્ટ્રપતિ જો બાઈડેન પર વિવાદિત ટિપ્પણી

હાઈ પ્રોફાઈલ ડિબેટમાં ટ્રમ્પને રશિયા-યુક્રેન યુદ્ધને લઈ સવાલ પૂછાયા હતા. મોડરેટરે ટ્રમ્પને 24 કલાકમાં રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાના દાવાને લઈ પૂછ્યું. તેઓ શું કરશે? ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈચ્છે છે યુક્રેન આ યુદ્ધ જીતી જાય?

આ સવાલના જવાબમાં ટ્રમ્પે રાષ્ટ્રપતિ જો બાઈડેન પર તીખો વળતો હુમલો કર્યો હતો. ટ્રમ્પે જણાવ્યું કે, હું આ યુદ્ધને ઉકેલવા ઈચ્છું છું, હું ઝેલેન્સકીને ખૂબ સારી રીતે ઓળખું છું અને પુતિનને પણ. તેઓ લોકો મારું સન્માન કરે છે, પરંતુ તેઓ બાઈડેનનું સન્માન નથી કરતા.

  • Follow us on: