જગત જમાદાર એવા અમેરિકામાં નવેમ્બરની પાંચમી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે. જેથી અત્યારે અમેરિકામાં ચૂંટણીને લઈ માહોલ જામ્યો છે. આ દરમ્યાન ચૂંટણી પહેલા રાષ્ટ્રપતિ દના બે ઉમેદવાર વચ્ચે પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટ યોજાઈ હતી. આ અગાઉ પહેલી જૂને બાઈડેન અને ટ્રમ્પ વચ્ચે આ ડિબેટ થઈ હતી. ત્યારે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાઈડેન પર ભારે પડયા હતા. પરંતુ આ વખતે કમલા હેરિસ બાજી મારતી નજરે પડી. તો જાણીએ કોની થઈ જીત?
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીની પહેલા પ્રેસિડેન્શિયલ ડિબેટનો ખૂબ ક્રેઝ હોય છે. સામાન્ય જનતા તમામ રાજકીય વિશ્લેષક પણ આ ડિબેટની પ્રતીક્ષા કરતા હોય છે. એવું મનાય છે કે આ ડિબેટ રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણાોની એક ઝલક છે, કારણ કે, આ આધારે જ મોચાભાગના કોઈ ઉમેદવાર પ્રત્યે પોતાનું સમર્થન નક્કી થતું હોય છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે, કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ચર્ચા થઈ. આ ડિબેટમાં કોની જીત થઈ છે એ કઈ રીતે નક્કી કરાય છે?
હાઈ-પ્રોફાઈ ડિબેટનું પરિણામ શું કહે છે?
પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે કમલા હેરિસ અને ટ્રમ્પ વચ્ચે યોજાયેલી આ હાઈ-પ્રોફાઈલ ડિબેટમાં કોણ જીત્યું એ નક્કી કઈ રીતે કરાય છે. શું આ ડિબેટમાં હાર-જીતનો કોઈ માપદંડ હોય છે.? શું ડિબેટમાં હાર-જીત નક્કી કરવા માટે કોઈ જ્યૂરી અથવા જજ હોય છે. આ તમામ સવાલોના જવાબ મળશે.
ચાર માપદંડ હોય છે જીત-હારના
અમેરિકામાં યોજાતી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં કોણ જીત્યું અને કોણ હાર્યું એ નક્કી કરવા માટે ચાર પેરામીટર્સ સેટ કરવામાં આવ્યા છે. પ્રથમ પેરામીટર છે ડિબેટ પછી રાજકીય નિષ્ણાતનું મંતવ્ય. આમાં ડિબેટ દરમિયાન ઉમેદવારોનું પ્રદર્શન, તેની બોડી લૅગ્વેઝ, ચહેરાના હાવ-ભાવ, જવાબ આપવાનો ટાઈમિંગ અને તેઓના દાવાઓમાં કેટલી સચ્ચાઈ છે એ જોવા આવે છે.
બીજો માપદંડ છે ઓપિનિયન પોલ્સ, પ્રેસિડેન્શિયલ ડિબેટ પછી ન્યૂઝ ચેનલ્સ અને સરવે એજન્સીઓ ઓપિનિયન પોલ કરાવે છે અને આના આધારે પરિણામ દર્શાવે છે.
ત્રીજું પરિમાણ મતદાન હેતુ સર્વે છે. અમેરિકામાં કેટલીક સર્વે એજન્સીઓ વોટિંગ ઈન્ટેન્શન સર્વે કરે છે, એટલે કે શું લોકોએ રાષ્ટ્રપતિ પદની ચર્ચા બાદ કોઈપણ ઉમેદવારને મત આપવાનો નિર્ણય બદલ્યો છે? આ સર્વેના પરિણામો રાષ્ટ્રપતિની ચર્ચાની જીત કે હાર નક્કી કરવામાં પણ મદદ કરે છે.
આ સિવાય ચોથા પરિમાણને સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા પણ માનવામાં આવે છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સના પ્રતિભાવનો ઉપયોગ તેઓ કયા ઉમેદવારને સમર્થન કરી રહ્યા છે તે જાણવા માટે કરવામાં આવે છે.