- UAEના રાષ્ટ્રપતિએ પેલેસ્ટાઈનના નાગરિકો માટે સહાયની કરી જાહેરાત
- જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક રાહત અને સહાય મળશે
- UAEએ હમાસના ઈઝરાયેલ પરના હુમલાની સખત નિંદા કરી
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને પક્ષે 3000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને ભારત સહિત ઘણા પશ્ચિમી દેશોએ ઈઝરાયેલને સમર્થન આપ્યું છે જ્યારે ઈસ્લામિક દેશો પેલેસ્ટાઈનની મદદ માટે આગળ આવી રહ્યા છે.
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ભયાનક યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધને લઇ અનેક દેશ નાગરિકોને મદદ કરી રહ્યા છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને ભારત સહિત ઘણા પશ્ચિમી દેશોએ ઈઝરાયેલને સમર્થન આપ્યું છે જ્યારે ઈસ્લામિક દેશો પેલેસ્ટાઈનની મદદ માટે આગળ આવી રહ્યા છે. એક તરફ જ્યાં સાઉદી અરેબિયા આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દે સતત ચર્ચા કરી રહ્યું છે તો બીજી તરફ ઈજિપ્તે પેલેસ્ટાઈનને માનવતાવાદી સહાય મોકલવાની જાહેરાત કરી છે. આ દરમિયાન UAEના રાષ્ટ્રપતિએ પેલેસ્ટાઈનના નાગરિકો માટે બે મિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે.
જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક રાહત અને સહાય પૂરી પાડવામાં આ ફંડ થશે ઉપયોગી
UAE ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પેલેસ્ટિનિયન નાગરિકો માટે 2 મિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ આ સહાયની રકમ પેલેસ્ટાઈનને ભવિષ્યમાં સંયુક્ત રાષ્ટ્રની રાહત અને કાર્ય એજન્સી દ્વારા આપવામાં આવશે. આ ફંડનો હેતુ પેલેસ્ટાઈનના જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક રાહત અને સહાય પૂરી પાડવાનો છે. જો કે, યુએઈએ હમાસના ઈઝરાયેલ પરના હુમલાની સખત નિંદા કરી છે. સાઉદી અરેબિયા ઇસ્લામિક વિશ્વનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખે છે. હમાસ-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે સૌથી વધુ હલચલ સાઉદી અરેબિયામાં જોવા મળી રહી છે.
ક્રાઉન પ્રિન્સે પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત
હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (એમબીએસ) એ પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે ફોન પર વાત કરી અને કહ્યું કે સાઉદી અરેબિયા, પેલેસ્ટિનિયન લોકોના અધિકારોનું રક્ષણ કરશે. ન્યાયી અને કાયમી શાંતિ પ્રાપ્ત કરવા માટે હંમેશા તેમની સાથે ઉભા રહો. આ સિવાય સાઉદી અરેબિયાએ કહ્યું કે આપણે પેલેસ્ટાઈનનો ઉકેલ શોધવાની જરૂર છે.