- ઈઝરાયેલ-પેલેસ્ટાઈનના ઉગ્રવાદી જૂથ હમાસ વચ્ચે સતત ચોથા દિવસે યુદ્ધ
- ઈઝરાયેલમાં હમાસના 1500 આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા
- ગાઝાને વીજળી પુરવઠો- અનાજ સહિતની તમામ સુવિધા પ્રભાવિત થતા લોકોને હાલાકી
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના ઉગ્રવાદી જૂથ હમાસ વચ્ચે સતત ચોથા દિવસે પણ ભીષણ યુદ્ધ યથાવત છે. અત્યાર સુધીના હુમલામાં બંને પક્ષો વચ્ચે મૃત્યુઆંક 3,000ને પાર થઇ ગયો છે. હજારોની સંખ્યામાં લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.
મળતી માહિતી મુજબ ઈઝરાયેલે ગાઝાને ચારે બાજુથી ઘેરી લેવાનો આદેશ આપ્યો છે. ગાઝામાં તમામ પ્રકારની સપ્લાય બંધ કરવામાં આવી રહી છે. શનિવારે ગાઝા પર શાસન કરનારા ઉગ્રવાદી જૂથ હમાસ દ્વારા ઇઝરાયેલ પર ઘાતક હુમલાઓ કરવાનું ચાલુ છે. તેવામાં ઇઝરાયેલે મંગળવારે કહ્યું કે તેણે હમાસના આતંકવાદીઓ પાસેથી ગાઝા સરહદી વિસ્તારો ફરીથી કબજે કર્યા છે. ઇઝરાયેલ સરકારે કહ્યું કે તેણે હમાસના હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. ગાઝાના કેટલાક ભાગોને તોડીને તેમના નિયંત્રણમાં લેવામાં આવ્યા છે.
યુદ્ધના કારણે લોકો ભૂખ-તરસના કારણે વલખા
ઇઝરાયેલ દ્વારા ગાઝાને વીજળીનો પુરવઠો બંધ કર્યા પછી તેના એકમાત્ર પાવર પ્લાન્ટ પણ બંધ થઈ જશે. સપ્તાહના અંતમાં હમાસનો બદલો લેવા તે વિસ્તારની વીજળી કાપી નાખશે. ગાઝાના તમામ રસ્તાઓ બંધ છે, જેના કારણે પાવર પ્લાન્ટ માટે ઇંધણ અથવા જનરેટર મેળવવું અશક્ય બની ગયું છે. યુદ્ધના કારણે લોકો ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા છે. સપ્લાય ચેઇન ખોરવાયાના કારણે આગામી દિવસોમાં આપણે રાશનની અછતનો સામનો કરવો પડી શકે છે. યુદ્ધ ત્યારે જ સમાપ્ત થશે જ્યારે હમાસનો છેલ્લો આતંકવાદી માર્યો નહીં જાય. દરમિયાન, ઈરાનના ટોચના અધિકારી આયાતુલ્લા અલી ખામેનીએ સ્પષ્ટતા કરી હતી કે તેહરાન હમાસના હુમલામાં સામેલ નથી, જોકે તેણે ઈઝરાયેલને નુકસાન પહોંચાડવા માંગતા લોકો માટે સમર્થન વ્યક્ત કર્યું હતું.
હમાસના આતંકવાદીઓએ 40 બાળકોની હત્યા કરી
હુમલાને લઇ ઈઝરાયેલનો આરોપ છે કે, હમાસના આતંકવાદીઓએ 40 બાળકોની હત્યા કરી હતી. આ માટે તેઓએ આ બાળકોના ગળા કાપી નાખ્યા. ઈઝરાયેલમાં હમાસના 1500 આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસને તેની જ ભાષામાં જવાબ આપવાની જાહેરાત કરી છે. દરમિયાન, હમાસે ધમકી આપી છે કે જો ઇઝરાયેલ નાગરિકો પર હુમલો કરવાનું ચાલુ રાખશે તો ઇઝરાયેલના બંધકોને ફાંસી પર લટકાવી દેવામાં આવશે. હમાસની કસ્ટડીમાં લગભગ 100 ઈઝરાયેલી બંધકો છે.
150થી વધુ સૈનિકો અને નાગરિકોને બંધક
હમાસ અને અન્ય ઉગ્રવાદી જૂથોએ ગાઝામાં 150થી વધુ સૈનિકો અને નાગરિકોને બંધક બનાવ્યા છે. વધુ સંઘર્ષના ભયને કારણે ઈઝરાયેલે મંગળવારે અનામત સૈનિકોની સંખ્યા વધારીને 3.60 લાખ કરી દીધી છે. ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં મૃત્યુઆંક 3000ને પાર કરી ગયો છે. પેલેસ્ટાઈન કરતા ઈઝરાયેલમાં વધુ મોત નોંધાયા છે.