- રશિયા અને યુક્રેન વચ્ચે ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે
- હત્યાના કાવતરામાં સામેલ બે અધિકારીઓની તાબડતોબ ધરપકડ કરાઈ
- વર્ષ-2023માં જેલેન્સકીની હત્યાનો પ્લાન ઘડાયો હતો
બે વર્ષ કરતાં વધુ સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. આ દરમિયાન યુક્રેને મંગળવારે એવો દાવો કર્યો છે કે તેને યુક્રેનના બે સુરક્ષા અધિકારીઓની ધરપકડ કરી લીધી છે. આ અધિકારીઓ રશિયાની સાથે મળીને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીની હત્યા કરવાનું આયોજન કરી રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર, યુક્રેનની રાજ્ય સુરક્ષા સેવાને ટાંકીને જણાવ્યું હતું કે જેલેન્સકીની હત્યાની યોજના ઘડવા બદલ બે કર્નલોની ધરપકડ કરવામાં આવી છે. તેના પર રશિયાને માહિતી લીક કરવાનો આરોપ છે. રાજ્ય સુરક્ષા સેવાએ કહ્યું કે તેઓએ જેલેન્સકીની હત્યાના મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે.













