- ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ યથાવત
- રફાહ ક્રોસિંગ લોકોની મદદ માટે ખોલવામાં આવ્યું
- અમેરિકાએ તેના નાગરિકો માટે એલર્ટ જાહેર કર્યું
છેલ્લા 2 સપ્તાહથી ચાલી રહેલું ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ યથાવત છે. યુદ્ધ સમયે ગાઝા અને ઇજિપ્તની સરહદ પર સ્થિત રફાહ ક્રોસિંગને ખોલવામાં આવ્યું છે. માનવતાવાદી સહાય માટે આ પગલું લેવામાં આવ્યું છે. અમેરિકાએ ગાઝામાં હાજર તેના નાગરિકો માટે સુરક્ષા ચેતવણી આપી છે. અમેરિકી દૂતાવાસે તેના નાગરિકોને પરિસ્થિતિનું સંપૂર્ણ મૂલ્યાંકન કર્યા પછી જ સરહદ પાર કરવા સૂચનાઓ આપી છે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલની વાયુસેના ગાઝા પટ્ટી પર સતત હુમલો કરી રહી છે. ઈઝરાયલી એરફોર્સના હુમલામાં ગાઝાનું જાહરા શહેર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું હતું. આ દરમિયાન 900 વર્ષ જૂના ચર્ચને પણ તબાહ કરવામાં આવ્યું છે. જેના કારણે 18 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. 900 વર્ષ જૂના ચર્ચમાં ખ્રિસ્તી અને મુસ્લિમ સમુદાયના 500 લોકો આશરો લઈ રહ્યા હતા.
રફાહ ક્રોસિંગ લોકોની મદદ માટે ખોલવામાં આવ્યું
રફાહ ક્રોસિંગ શનિવારે માનવતાવાદી સહાય માટે ફરીથી ખોલવામાં આવ્યું હતું. વધુમાં, ગાઝામાં માનવતાવાદી સહાય વહન કરતી ટ્રકોએ શનિવારે ઇજિપ્તથી રફાહ ક્રોસિંગને પાર કરવાનું શરૂ કર્યું. આજે યુદ્ધનો 15મો દિવસ છે. રફાહ ક્રોસિંગ ગાઝા પટ્ટી અને ઇજિપ્તની વચ્ચે સ્થિત છે. રફાહ ક્રોસિંગ પર ઈઝરાયેલનું નિયંત્રણ નથી. તેમણે યુ.એસ.ની વિનંતી પર ઇજિપ્તથી ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચાડવાની મંજૂરી આપવા સંમત થયા હતા. 4 એમ્બ્યુલન્સ, 2 સંયુક્ત રાષ્ટ્રના વાહનો અને બે રેડ ક્રોસ વાહનો પણ ટર્મિનલ તરફ જતા જોવા મળ્યા હતા. કાર્ગો વિમાનો અને ટ્રક ઘણા દિવસોથી ઇજિપ્તના રફાહ પ્રદેશમાં માનવતાવાદી સહાય લાવી રહ્યા છે, પરંતુ ગાઝાને હજુ સુધી કોઈ સહાય પહોંચાડવામાં આવી નથી.
અમેરિકાએ એલર્ટ કર્યું જાહેર
અમેરિકાએ રફાહ ક્રોસિંગ ખોલતા પહેલા તેના નાગરિકો માટે સુરક્ષા ચેતવણી જારી કરી છે. અમેરિકી દૂતાવાસે કહ્યું કે ગાઝા અને ઇજિપ્ત વચ્ચે રફાહ ક્રોસિંગ 21 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે ખોલવામાં આવશે. દૂતાવાસે કહ્યું કે અમેરિકન નાગરિકોએ પરિસ્થિતિનું સંપૂર્ણ આકલન કર્યા પછી જ સરહદ પાર કરવી જોઈએ.