- યુદ્ધ વચ્ચે અમેરિકાએ યુક્રેનની મદદમાં આવ્યું
- 600 મિલિયન ડોલરની સહાય આપશે
- ડિફેન્સ સિસ્ટમ્સને જાળવવા શસ્ત્ર સામગ્રી ખરીદવા ગ્રાન્ટ આપશે
યુક્રેન-રશિયાનું યુદ્ધ કેટાલય મહિનાથી ચાલી રહ્યું છે. તેવામાં અમેરિકાએ યુક્રેનની મદદમાં આવ્યું છે. જેના કારણે અમેરિકા રશિયા માટે દુશ્મનીને સહાય કરવાના હેતુંને નજર અંદાજ નહીં કરે. યુક્રેન-રશિયાના યુદ્ધ વચ્ચે US સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકનની યુક્રેનની મુલાકાતના એક દિવસ પછી, પેન્ટાગોને ગુરુવારે યુક્રેન માટે 600 મિલિયન ડોલરની સહાય પેકેજની જાહેરાત કરી છે.
યુદ્ધ વચ્ચે અમેરિકાએ યુક્રેનની મદદમાં આવ્યું
સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને પણ મુલાકાત દરમિયાન નવી સૈન્ય અને માનવતાવાદી સહાય માટે 1 બિલિયન ડોલરનું વચન આપ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે નવા પેકેજ યુક્રેનસુરક્ષા સહાય પહેલ પહોંચાડવામાં આવશે. આ સહાયમાં હાઇ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ્સ (HIMARS) સહિત યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમ્સને જાળવવા અને એકીકૃત કરવા માટેના સાધનોનો સમાવેશ થાય છે.શસ્ત્રો અને દારૂગોળો, ઈલેક્ટ્રોનિક યુદ્ધ અને તેના કાઉન્ટરમેઝર્સ, માઈન-ક્લીયરિંગ સાધનો સાથે તાલીમ અને જાળવણી માટે અમેરિકા મદદરૂપ થશે.
યુક્રેનને ડિફેન્સ સિસ્ટમ્સને જાળવવા શસ્ત્ર સામગ્રી ખરીદવા ગ્રાન્ટ આપશે
મળતી માહિતી મુજબ યુક્રેન પર રશિયાના હુમલા બાદથી બાઇડન પ્રશાસન સતત દેશને મદદ કરી રહ્યું છે અને તેની વચ્ચે આટલી મોટી રકમની જાહેરાત કરવામાં આવી છે. બ્લિંકને બુધવારે કિવની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી કે પેન્ટાગોન લગભગ $175 મિલિયન શસ્ત્રો માટે આપશે જે પેન્ટાગોનના ભંડારમાંથી વિતરિત કરવામાં આવશે. આ સાથે યુક્રેનને શસ્ત્રો અને સાધનો ખરીદવા માટે વધારાના 100 મિલિયન ડોલરની ગ્રાન્ટ આપવામાં આવશે.