જગત જમાદાર અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેનું મતદાન સમાપ્ત થઈ ચુક્યું છે. જો કે, કેટલાક સ્થળો પર વોટિંગ ચાલુ છે. જે થોડા કલાકોમાં પૂર્ણ થઈ જશે. આ દરમ્યાન ઘણા એવા રાજ્યો છે જ્યાં મતદાન સમાપ્ત થઈ ગયું છે અને ત્યાંથી પરિણામ આવવા પણ શરૂ થઈ ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પને કેંટુકી, વેસ્ટ વર્જિનિયા અને ઈન્ડિયાનામાં જીત મળી ગઈ છે. જ્યારે કમલા હેરિસને વરમોન્ટમાં જીત મળી છે. અમેરિકામાં શરૂઆતના મતદાન અને પોસ્ટ મતદાન પર નજર રાખનાર ફ્લોરિડા યુનિવર્સિટીના ઈલેક્શન લેબ અનુસાર 7.8 કરોડ કરતા વધુ અમેરિકનો અગાઉથી જ પોતાના મત આપી ચુકયા છે.



ન્યૂયોર્કમાં કમલા હેરિસની જીતની અપેક્ષા છે

ન્યૂયોર્કમાં ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ જીત તરફ આગળ વધી રહી છે. ન્યુયોર્કમાં કુલ 28 ઈલેક્ટોરલ વોટ છે. ન્યૂયોર્કે 1984ની ચૂંટણીમાં રોનાલ્ડ રીગન પછી દરેક પ્રમુખપદની રેસમાં ડેમોક્રેટને મત આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ન્યૂયોર્ક પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું હોમ સ્ટેટ છે પરંતુ તેઓ સતત ત્રીજી વખત અહીંથી ચૂંટણી હારી ગયા.

ઈલેક્ટોરલ કૉલેજ શું છે?

ઈલેક્ટોરલ કૉલેજ એ 538 સભ્યોની એક સંસ્થા છે જે રાષ્ટ્રપતિની પસંદગી કરે છે. યુએસ બંધારણના ઘડવૈયાઓએ તેની સ્થાપના રાજ્યોને વધુ સત્તા આપવા અને કોંગ્રેસને વિજેતા નક્કી કરવાનું ટાળવા માટે સમાધાન તરીકે કરી હતી. દરેક રાજ્યના મતદારો તે રાજ્યમાં લોકપ્રિય મત જીતનાર ઉમેદવારને મત આપે છે.

પેન્સિલવેનિયામાં બોમ્બની ધમકી

મળતી માહિતી અનુસાર, પેન્સિલવેનિયાના રાજ્યભરના મતદાન સ્થળો પર બોમ્બની અનેક ધમકીઓ આપવામાં આવી છે. જો કે, હજુ સુધી લોકો માટે કોઈ વિશ્વસનીય ખતરો નથી. પેન્સિલવેનિયા સ્ટેટ પોલીસે જણાવ્યું હતું કે તેઓ સ્થાનિકો સાથે મળીને સઘન તપાસ અને કાર્યવાહી કરી રહ્યા છે.

ઓહાયોમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતની આગાહી  

રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ સતત ત્રીજી વખત ઓહાયોમાં જીતના માર્ગે છે. ટ્રમ્પે રાજ્યના 17 ઈલેક્ટોરલ વોટ કબજે કર્યા છે. ઓહિયોના મતદારોએ વર્ષ-2016 અને વર્ષ-2020માં તેમને મોટા માર્જિનથી ટેકો આપ્યો હતો અને તેઓએ આ વર્ષે તેમને ફરીથી સમર્થન આપ્યું હતું.

અમેરિકાના ટેક્સાસમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સતત ત્રીજી વખત ટેક્સાસ જીતવાના ટ્રેક રેકોર્ડ પર છે. આ સાથે ટ્રમ્પના ખાતામાં 40 ઈલેક્ટોરલ વોટ જોડાઈ જશે. રિપબ્લિકન ઉમેદવારો લગભગ 50 વર્ષથી ટેક્સાસ જીતી રહ્યા છે.

 ફર્સ્ટ કૉંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં કમલાનો વિજય

યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં, ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસે મેઈનમાં ફર્સ્ટ કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટ જીતી હતી અને એક ચૂંટણી મત મેળવ્યો હતો.

કમલા ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા જીતી

વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ મંગળવારે ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા (DC)માંથી જીત્યા. હેરિસે રાજધાનીમાં ત્રણ ઈલેક્ટોરલ કૉલેજ વોટ મેળવ્યા છે. કોલંબિયા ડિસ્ટ્રિક્ટમાં હેરિસની જીત આશ્ચર્યજનક નથી કારણ કે તે લાંબા સમયથી ડેમોક્રેટિક પાર્ટીનો ગઢ રહ્યો છે.


  • Follow us on: