અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનની રજાઓ અત્યારે વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યા છે. રિપબ્લિકન પાર્ટીના વિશ્વેષણ પ્રમાણે બાઈડેને ત્રણ વર્ષમાં જ 48 વર્ષની બરાબર રજાઓ લીધી છે. બાઈડેને પોચાના ચાર વર્ષથી પણ ઓછા કાર્યકાળમાં 532 દિવસોની રજાઓ ભોગવી છે. જો ટકાની વાત કરીએ તો આ તેઓના કાર્યકાળના 40 ટકા છે.


 દેશ કોણ ચલાવે છે?

રિપબ્લિકન પાર્ટી અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સંચાલિત આરએનએસ રિસર્ચે ટવિટ કર્યું કે બાઈડેને રાષ્ટ્રપતિ તરીકે કુલ 532 દિવસ રજા પર વિતાવ્યા છે. આ તેમના કાર્યકાળના 40.3 ટકા છે. સંસ્થાએ પ્રશ્ન પૂછ્યો કે દેશ કોણ ચલાવી રહ્યું છે? વિપક્ષે રજાના મુદ્દે બાઈડેન પર પસ્તાળ પાડી હતી. તેમનું કહેવું છે કે સ્થાનિક અને વૈશ્વિક અસ્થિરતાના સમયમાં આ રીતે રજા લેવી યોગ્ય નથી.

 

બાઈડેને પોતાનો 48 વર્ષનો ક્વોટા પૂરો કર્યો

બાઈડેનની રજાઓના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે તેણે સામાન્ય અમેરિકન કર્મચારી કરતાં વધુ રજાઓ માણી હતી. જો કોઈ અમેરિકન કર્મચારીને બાઈડેન જેટલી રજા લેવી હોત તો તેને 48 વર્ષનો સમય લાગત, કારણ કે અમેરિકામાં કર્મચારીઓને વાર્ષિક સરેરાશ 11 રજાઓ મળે છે. તમને જણાવી દઈએ કે જાપાનમાં લોકોને એક વર્ષમાં સરેરાશ 12 રજાઓ મળે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કેટલી રજાઓ લીધી

આ અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યકાળનો 26 ટકા સમય ખાનગી યાત્રા પર પસાર કર્યો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે પોતાના કાર્યકાળમાં માત્ર 79 દિવસોની રજા લીધી હતી. જ્યારે બે કાર્યકાળમાં રોનાલ્ડ રીગન અને બરાક ઓબામાએ 11 ટકા રજાઓનો આનંલ લીધો હતો.

  • Follow us on: