જગત જમાદાર એવા અમેરિકામાં હવે માત્ર બે અઠવાડિયામાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે. દેશની બે સૌથી મોટી પાર્ચી ડેમોક્રેટિક અને રિપબ્લિકન તરફથી કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીના રણમેદાનમાં છે. જયાં અગાઉથી ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ પદે રહી ચુક્યા છે. જ્યારે કમલા હેરિસ વર્તમાનમાં ઉપ રાષ્ટ્રપતિ છે. બંનેની નીતિઓ ઘણી અલગ છે.


જો કે, કમલા હેરિસ પાસેથી ભારતની અપેક્ષાઓ ખૂબ છે અને તેનું કારણ તેના મૂળિયાં ભારત સાથે સંકળાયેલા છે. કમલા હેરિસની માતા ભારતીય હતી અને તે તેની માતા સાથે ઘણી વખત ભારતની મુલાકાતે આવી છે. તાજેતરમાં જ ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે પોતાની ભારતીય ઓળખ અંગે પણ ટિપ્પણી કરી હતી. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે જો કમલા હેરિસ ચૂંટણી જીતશે તો ભારત અને અમેરિકાના સંબંધો વધુ સારા થશે. 


1. વિદેશ નીતિમાં બાઈડેન વહીવટની છાપ

કમલા હેરિસને વિદેશ નીતિ પર કામ કરવાનો બહુ અનુભવ નથી. જ્યારે બાઈડેન ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલા 12 વર્ષ સુધી સેનેટ ફોરેન રિલેશન કમિટીના અધ્યક્ષ અથવા સભ્ય હતા. બાઈડેન વહીવટીતંત્રની વિદેશ નીતિ પર કમલા હેરિસનો બહુ પ્રભાવ ન હતો, તેથી એવું માનવામાં આવે છે કે જો કમલા હેરિસ જીતશે તો તે બાઈડેન વહીવટીતંત્રની નીતિઓને આગળ વધારશે. જે ભારત માટે જ ફાયદાકારક રહેશે.

2. ભારતીયો માટે અભ્યાસ અને નોકરી મેળવવી સરળ

કમલા હેરિસ ઈમિગ્રેશનના મુદ્દે ટ્રમ્પ જેટલી કડક નથી. તે હંમેશા બધાને સાથે લઈને ચાલવાની વાત કરતી રહી છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે જો હેરિસ રાષ્ટ્રપતિ બનશે તો તે ઈમિગ્રન્ટ્સના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે. આવી સ્થિતિમાં હેરિસ વહીવટીતંત્રમાં ભારતીયો માટે વર્ક વિઝા, ગ્રીનકાર્ડ અને નાગરિકતા મેળવવાની પ્રક્રિયા સરળ બની શકે છે. તે H-1B વિઝા ચાલુ રાખીને પણ તેને લંબાવી શકે છે. આનાથી ભારતીયોને અમેરિકામાં કામ કરવા માટે વિઝા મેળવવાનું સરળ બની શકે છે.

3. દ્વિપક્ષીય સંબંધોમાં ભારતીય મૂળની એક ઝલક

કમલા હેરિસ પોતાને અમેરિકન કહેવાનું પસંદ કરી શકે છે, પરંતુ તેમની ભારતીય મૂળની ઓળખનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂન-2023માં અમેરિકાની મુલાકાતે ગયા હતા, ત્યારે તેમણે યુએસ કોંગ્રેસને સંબોધિત કરતી વખતે હેરિસની પ્રશંસા કરી હતી. પીએમએ કહ્યું હતું કે 'અમેરિકામાં લાખો લોકો છે જેમના મૂળ ભારતમાં છે, ઘણા લોકો ગર્વથી આ ગૃહમાં પણ બેસે છે. તેમાંથી એક મારી પાછળ બેઠો છે.' આ દરમિયાન અમેરિકન કોંગ્રેસમાં જોરથી તાળીઓ પડી હતી. 

4. દ્વિપક્ષીય વેપાર સંબંધો વધુ મજબૂત થશે

આર્થિક અને સુરક્ષા બાબતોમાં કમલા હેરિસની નીતિઓ બાઈડેન વહીવટીતંત્ર જેવી જ હોઈ શકે છે. અમેરિકા ભારતના ટોચના વેપારી ભાગીદારોમાંનું એક છે. બાઈડેનના વહીવટ દરમિયાન બંને દેશો વચ્ચે સરપ્લસ દ્વિપક્ષીય વેપાર થયો છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે જો કમલા હેરિસ જીતશે તો બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો સમાન ગતિએ આગળ વધશે. તે જ સમયે, ટ્રમ્પે તાજેતરના સમયમાં ભારત સામે સરચાર્જ વધારવાની સતત ધમકી આપી છે, જેના કારણે એવું માની શકાય છે કે હેરિસના રાષ્ટ્રપતિ બનવું આર્થિક સંબંધો માટે ટ્રમ્પ કરતાં વધુ સારું રહેશે.

5. ચીન સામે વ્યૂહાત્મક ભાગીદારી

પ્રાદેશિક સુરક્ષાની વાત કરીએ તો ટ્રમ્પ હોય કે કમલા હેરિસ, બંને ચીન સામે કડક વલણ અપનાવી શકે છે. બાઈડેન વહીવટીતંત્રે (જેમાં કમલા હેરિસનો એક ભાગ છે)એ ચીન સામે ભારતને મજબૂત બનાવવાની નીતિઓ અપનાવી છે. QUADએ ચીનને વ્યૂહાત્મક રીતે હરાવવા માટે રચાયેલું જૂથ પણ છે. આવી સ્થિતિમાં જો હેરિસ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે તો બાઈડેનની જેમ તે પણ ચીન સામે ભારતને સમર્થન આપશે.


  • Follow us on: