- અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે
- તાજેતરમાં પેન્સિલવેનિયામાં ચૂંટણી રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ થયું હતું
- અમેરિકાના મિશગનમાં ડોનાલ્ડ ટ્રમ્પનો હુંકાર
અમેરિકામાં ચાલુ વર્ષના નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઈ ટ્રમ્પ અને બાઈડેન વિવિધ સ્થળે રેલીઓ યોજી રહ્યા છે. ચૂંટણી રેસમાં બાઈડેનનું વજન ઓછું છે જ્યારે ટ્રમ્પની ચર્ચા ચારેતરફ ચાલી રહી છે. મિશિગમાં આયોજિત એક ચૂંટણી રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પે જંગી માનવમેદનીને સંબોધિત કરી હતી. ટ્રમ્પે જણાવ્યું કે, મેં લોકતંત્ર માટે ગોળી ખાધી છે.













