• અમેરિકી સૈન્ય વિમાન 'Osprey' થયું ક્રેશ
  • વિમાનમાં કુલ 8 મુસાફરો સવાર હોવાની વિગત
  • લગભગ 2.45 વાગ્યે પ્લેન ક્રેશ થવાની માહિતી

જાપાની નજીક એક અમેરિકી સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકી સૈન્ય વિમાન Osprey જાપાનની નજીક સમુદ્રમાં ક્રેશ થયું છે. આ વિમાન યાકુશિમા ટાપુની નજીક ક્રેશ થયું હતું જેમાં કુલ 8 લોકો સવાર હોવાની માહિતી સામે આવી રહી છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

મળતી માહિતી મુજબ બુધવારે જાપાનના યાકુશિમા દ્વીપ પાસેના સમુદ્ર પાસે યુએસ લશ્કરી વિમાન (ઓસ્પ્રે) ક્રેશ થયું હતું. જાપાની સમાચાર એજન્સીએ માહિતી આપી હતી કે ફ્લાઈટમાં 8 મુસાફરો સવાર હતા. મુસાફરોને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. જોકે કોસ્ટ ગાર્ડને લગભગ 2.45 વાગ્યે પ્લેન ક્રેશ થવાની માહિતી મળી હતી. કોસ્ટ ગાર્ડ ક્રેશની તપાસ કરી રહ્યું છે. આ ઘટનામાં એક વ્યક્તિ સ્થાનિક માછીમારોને મળી આવ્યો હતો. આ માછીમારો હાલમાં સર્ચ ઓપરેશનમાં કોસ્ટ ગાર્ડની મદદ કરી રહ્યા છે. જોકે, બાકીની શોધખોળ ચાલી રહી છે.

જાપાનના કોસ્ટ ગાર્ડના પ્રવક્તાએ કહ્યું કે જહાજ પર હાજર લોકોની સુરક્ષા સહિત ઘટના વિશે હાલ કોઇ વિગતવાર માહિતી સામે આવી નથી. દુર્ઘટના સ્થાનિક સમય અનુસાર બપોરે 2.47 વાગ્યે સર્જાઈ હતી. અમેરિકી સૈન્ય વિમાન પડતાં જ તેના ડાબા એન્જિનમાં આગ લાગી ગઈ હતી. આ પહેલા ઓગસ્ટમાં ઉત્તર ઓસ્ટ્રેલિયામાં વધુ એક ઓસ્પ્રે વિમાન ક્રેશ થયું હતું. જેમાં 23 લોકો સવાર હતા અને તેમાંથી ૩ના મોત નીપજ્યા હતા. 


  • Follow us on: