- નીરવ મોદીને શિફ્ટ કરાયો
- પ્રાઈવેટ જેલમાં ટ્રાન્સફર થયો ભાગેડુ નીરવ મોદી
- સુરક્ષાના કારણોસર કરાયું ઈન્ટરનલ ટ્રાન્સફર
ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. લંડનની HMP ટેમ્પસાઈડ નામની પ્રાઈવેટ જેલમાં નીરવ મોદીને શિફ્ટ કરવામાં આવ્યો છે.
PNB સ્કેમમાં છેતરપિંડીનો આરોપી નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં બંધ છે. હીરા કારોબારી નીરવ મોદી પર ભારતમાં અનેક આર્થિક ગુનાઓ નોંધાયેલા છે. તે અનેક કેસમાં વોન્ટેડ છે. તેના ભારતમાં પ્રત્યાર્પણને લઈને અનેક વખત બ્રિટિશ સરકાર સાથે વાતચીત થઈ છે, જો કે આ પ્રક્રિયા હજુ સુધી પૂરી થઈ નથી. આ દરમિયાન લંડનમાં જે જેલમાં તેને રાખવામાં આવ્યો છે, તેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ જેલમાંથી એક આતંકવાદી ફરાર થઈ જવાની ઘટનાને લીધે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે નીરવ મોદીને વૈંડ્સવર્થના બદલે એક બીજી પ્રાઈવેટ જેલ HMP ટેમ્પસાઈડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.













