• ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ઘ યથાવત
  • 3 બંધકોથી ઇઝરાયેલ સૈનિકોને ખતરો જણાતા નિર્ણય
  • પેલેસ્ટિનિયનોના બદલામાં 80 ઈઝરાયેલી બંધકોને મુક્ત કર્યા

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ઘમાં ઇઝરાયેલ સૈનીકો દ્વારા પોતાના જ ત્રણ બંધકોને મારી નાખવાની ઘટના સામે આવી છે.ગાઝામાં હમાસના સ્થાનો પર ઈઝરાયેલની સેનાની કાર્યવાહી મોટા પગલે સતત ચાલુ રાખવામા આવતી હોય છે. 15 ડિસેમ્બરના રોજ IDM તરફથી ખતરો જણાતા ઈઝરાયેલની સેનાએ ગાઝામાં ગોળીબાર કરી હતી. જેમા પોતાના જ ઈઝરાયેલ બંધકોની મોત થઇ હતી.

ઇઝરાયેલની સેનાએ પોતાના જ ત્રણ બંધકોને મારી નાખ્યા

ઇઝરાયેલની સેનાએ પોતાના નિવેદનમાં જણાવ્યુ હતુ કે, ગાઝા સિટીના એક વિસ્તારમાં ઓપરેશન દરમિયાન IDM એ ત્રણ ઇઝરાયેલી બંધકોથી ખતરાની રીતે ઓળખ કરી હતી. આ કારણોસર સેનાએ ગોળીબાર કરી હતી.જેના પરિણામે ત્રણ ઇઝરાયેલી બંધકોની મોત થઇ હતી. ઈઝરાયેલી સેના દ્વારા આ ઘટના પર દુઃખ વ્યક્ત કરવામા આવ્યું છે.

'સેનાને આતંકવાદીઓનું કાવતરું સમજાયું'

ઇઝરાયેલ આર્મીના ચીફ જનરલ હર્જી હલેવીએ કહ્યું કે ગાઝા શહેરના શેજૈયા વિસ્તારમાં રહેતા ઇઝરાયલી સૈનિકોની મદદ કરવા પોહચેલા ત્રણ બંધકોની હત્યાથી દરેકને ખૂબ જ દુઃખ થયું છે. તપાસમાં દરમિયાન જાણવા મળ્યું છે કે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી ભીષણ લડાઈ દરમિયાન,એવી કોઈ ગુપ્ત માહિતી મળી ન હતી કે ઈઝરાયેલના બંધકોને એવી ઈમારતોમાં રાખવામાં આવ્યા હતા જ્યાં સૈનિકોને ભારે ગોળીબારીનો સામનો કરવો પડ્યો હતો.સૈન્યએ જણાવ્યું હતું કે ફોટાઓથી ખબર પડે છે કે બંધકોએ તેમના શર્ટ ઉતારી દીધા હતા અને તેમાંથી એક સફેદ ધ્વજ લહેરાવી રહ્યો હતો, પરંતુ તેમના મૃતદેહની તપાસ કર્યા પછી જ તેઓને બંધકો તરીકે ઓળખવામાં આવ્યા હતા.બંધકોનો ઉપયોગ કરવો એ આતંકવાદીઓ દ્વારા કરવામા આવેલુ કાવતરું હતું.

IDF બંધકોને છોડાવવામાં નિષ્ફળ

IDF આ ઘટનામાં બંધકોને છોડાવવાના મિશનમાં નિષ્ફળ ગઇ. મિશન પર ગયેલી આખી ટીમ આ ઘટના માટે જવાબદાર હોવાનું અનુભવી કરી રહી છે અને ટીમ પોતાની ભૂલ સ્વીકારી રહી છે. આ ત્રણ બંધકો પેલેસ્ટિનિયન હમાસ સંગઠને બનાવેલા 240 લોકોમાં સામેલ હતા. આ ઘટના પછી, સૈનિકોને ગોળીબાર કરતા પહેલા સ્થળ તપાસ કરવા સૂચના આપવામાં આવી છે જ્યાં કોઈ તાત્કાલિક ખતરો ન હોય અને દુશ્મનની સ્પષ્ટ ઓળખ ન થઈ હોય તમને જણાવી દઈએ કે ગયા મહિનાના અંતમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે એક સપ્તાહના યુદ્ધવિરામ દરમિયાન હમાસે ઈઝરાયેલની જેલમાં બંધ પેલેસ્ટિનિયનોના બદલામાં 80 ઈઝરાયેલી બંધકોને મુક્ત કર્યા હતા.


  • Follow us on: