- બ્રિટનના લંડનમાં ટીપુ સુલતાનની છે તલવાર
- ટીપુ સુલતાનની તલવાર ક્રિસ્ટીની હરાજીમાં વેચાણ માટે મૂકાઇ
- પહેલી તલવાર 23 મે 2023ના રોજ 141 કરોડ રૂપિયામાં વેચાઈ
બ્રિટનના લંડનમાં ટીપુ સુલતાનની તલવાર ખરીદવા માટે હજુ સુધી કોઈ મળ્યું નથી. મૈસુરના ટીપુ સુલતાનની આ તલવાર ક્રિસ્ટીની હરાજીમાં વેચાણ માટે મૂકવામાં આવી હતી. આ તલવાર ભૂતપૂર્વ બ્રિટિશ ગવર્નર જનરલ કોર્નવોલિસને ભેટમાં આપવામાં આવી હતી. આ તલવારની અંદાજિત કિંમત 15 થી 20 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. કોર્નવોલિસે લગભગ 325 વર્ષથી આ તલવાર પોતાના પરિવાર સાથે લંડનમાં રાખી છે. તલવારની કિંમત વધુ હોવાને કારણે તેના પર બોલી લગાવી શકાઈ ન હતી. એવી આશા હતી કે મધ્ય પૂર્વનું કોઈ મ્યુઝિયમ તેને ખરીદશે, પરંતુ કોઈએ તેને ખરીદવામાં રસ દાખવ્યો નહીં.
તલવારમાં શું ખાસ છે?
અહેવાલો અનુસાર, આ તલવાર ટીપુ સુલતાનના બેડરૂમમાં રાખવામાં આવી હતી. ટીપુની પહેલી તલવાર 23 મે 2023ના રોજ 141 કરોડ રૂપિયામાં વેચાઈ હતી. કોર્નવોલિસના વંશજો હવે આ તલવારની પણ હરાજી કરવા માંગે છે. કાર્નિવલિસના પરિવારે હવે તેમનું વૈભવી ઘર અને બે તલવારો વેચાણ માટે મૂકી છે. બીજી તલવાર રત્નોથી જડેલી છે અને દંતવલ્કથી બનેલી છે. આ એક ખૂબ જ સુંદર તલવાર છે, જેના પર કુરાનની આયતો પણ કોતરેલી છે.
આનું કારણ શું છે?
તમને જણાવી દઈએ કે ટીપુ સુલતાન 1799માં મૈસૂરને બચાવવાની લડાઈમાં અંગ્રેજો સામે હારી ગયા હતા. 4 મે 1799 ના રોજ યુદ્ધ દરમિયાન ટીપુ માર્યો ગયો. કોર્નવોલિસ તેમના મૃત્યુ સમયે ભારતના ગવર્નર જનરલ હતા. ટીપુના મૃત્યુ પછી, તેનું રાજ્ય અંગ્રેજો દ્વારા કબજે કરવામાં આવ્યું હતું. આ પછી, તેમના ઘણા અંગત હથિયારો બ્રિટિશ અધિકારીઓને ભેટમાં આપવામાં આવ્યા હતા. ટીપુ સુલતાનને લંડનમાં હરાજી કરવામાં આવેલી તલવાર ખૂબ જ પસંદ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અને ઊંચા વ્યાજ દરોને કારણે કોઈએ આ તલવાર ખરીદવામાં રસ દાખવ્યો નથી.