- ઇઝરાયલની સાથે મુશ્કેલ સમયમાં સાથે છે
- કોઈ પણ રીતે આ ઘટના માન્ય ગણાઈ નહી
- ઋષિ સુનકે દેશની જનાત સાથે ઈઝરાયલ માટે પ્રાર્થના કરી
ઈઝરાયલ પર હમાસના હુમલા બાદ શરૂ થયેલ યુદ્ધને 4 દિવસ થઈ ગયા છે. આ યુદ્ધમાં ઇઝરાયલના 900 નાગરિકો માર્યા ગયા છે અને 2600થી વધુ ઘાયલ થયા છે. તે જ સમયે, પેલેસ્ટાઈનના ગાઝા પટ્ટીમાં પણ 700 થી વધુ લોકોના મોત થયા છે. આ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે હમાસને લઈને નિવેદનો આપતાં કહ્યું કે, હમાસના લોકો ન તો ઉગ્રવાદી છે કે ન તો સ્વતંત્રતા સેનાની, તેઓ માત્ર આતંકવાદી છે. હું ઇઝરાયલની સાથે બિનશરતી રીતે ઉભો છું.
તાજેતરમાં ઈઝરાયલ પર થઈ રહેલા હુમલા વચ્ચે બ્રિટિશ જનતાને સંબોધતા પીએમ સુનાકે કહ્યું કે હું ઇઝરાયલની જરૂરિયાતો સાથે જોડાયા છે. બ્રિટનના વડાપ્રધાન તરીકે, હું સ્પષ્ટપણે કહું છું કે હમાસને સમર્થન કરનારાઓ આ ભયાનક હુમલા માટે સંપૂર્ણપણે જવાબદાર છે. તેઓ ઘુસણખોર નથી કે કોઈ સ્વાતંત્ર્ય સેનાની નથી. તેઓ માત્ર આતંકવાદીઓ છે.
આ સાથે જ બ્રિટિશ પીએમે કહ્યું, હમાસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી નિંદાનીય છે. જે જોયું તેનું શબ્દોમાં વર્ણન પણ થઈ શકે તેમ નથી. આ ઘટનાઓમાં કોઈ બે બાજુ નથી. સંતુલનનો કોઈ પ્રશ્ન નથી. હું ઈઝરાયલ સાથે ઉભો છું. હું તમને વચન આપું છું. આ પરિસ્થિતિમાં તમારી પડખે ઊભા રહેવામાં કોઈ કસર છોડીશું નહીં. યુદ્ધની વિષમ પરિસ્થિતિમાં અમે તેમની સાથે છીએ.
બ્રિટન ઉપરાંત અમેરિકા, ફ્રાન્સથી લઈ કેનેડા અને ભારત જેવા દેશો પણ ઈઝરાયલની પડખે ઊભા છે. જેમાં તમામ દેશો દ્વારા ઈઝરાયલને કોઈ પણ મદદ કરવા માટે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂને આશ્વાસન આપ્યું છે. જ્યારે ખાડીના કેટલાંક દેશો પેલેસ્ટાઈનની પડખે ઊભા છે અને તેને સમર્થન કરી રહ્યા છે.
ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધના ચોથા દિવસે મૃત્યુઆંક 1600ને પાર થઈ ગયો છે. ઇઝરાયલના જણાવ્યા અનુસાર લગભગ 900 લોકોના મોત થયા છે. આ યુદ્ધમાં 2600 થી વધુ ઈઝરાયલના લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી મોટાભાગના હોસ્પિટલમાં દાખલ છે. જેમાંથી માત્ર કેટલાકની હાલત નાજુક છે. હમાસના આતંકવાદીઓ દ્વારા હજુ પણ મોટી સંખ્યામાં ઇઝરાયેલીઓને બંધક બનાવવામાં આવ્યા છે, જેમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધોનો સમાવેશ થાય છે.